ઉજ્જૈનમાં સંતો ગાયના ગોબર અને ગોમૂત્રથી હોળી રમશે

ઇન્દોર: હોળી રંગોનો તહેવાર છે અે વાત તો અાપણે જાણીઅે છીઅે, પરંતુ તે ગાયના ગોબરનો પણ તહેવાર છે અે વાત અોછા લોકો જાણતા હશે. ઉજ્જૈનમાં સંતોઅે અા વખતે હોળીનો તહેવાર ગાયના ગોબર અને ગોમૂત્ર સાથે મનાવવાનું નક્કી કર્યું છે.

અા પગલા સાથે સંતોને અાશા છે કે તેઅો તહેવાર મનાવવાની સાથે ભારતીય સંસ્કૃતિમાં ગાયના મહત્વનો સંદેશ લોકો સુધી પહોંચાડશે. અહીંના ૧૩ અખાડાઅોના સંતોઅે અા માટે એક થવાનો નિર્ણય લીધો છે.  અા અખાડાઅોમાં સામાન્ય રીતે ખૂબ જ સ્પર્ધાઅો હોય છે, પરંતુ અા મુદ્દે તમામ અખાડા અેકમત થઈ ગયા છે. બધા અખાડાઅોઅે ૨૩ માર્ચના રોજ એકસાથે મળીને હોળી ઊજવવાનું નક્કી કર્યું છે. જૂના અખાડાના સંકુલમાં પણ તમામ સંતો જમા થશે અને તેઅો એકબીજા પર ગાયનું ગોબર લગાવશે.

બીજી તરફ વૃદ્ધ સંતોના માથા પર સન્માનના રૂપમાં ગોબર લગાવાશે. અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ નરેન્દ્રગીરીઅે અા અંગે જાણકારી અાપતાં કહ્યું કે ગાયના ગોબર અને ગોમૂત્રથી હોળી રમવાની પરંપરા ખૂબ જૂની છે. અમે ઘણા સમયથી તેનું પાલન કરતા અાવી રહ્યા છીઅે.

ઉજ્જૈનમાં દરેક સિંહસ્થ સમયે તમામ ૧૩ અખાડાઅો એકસાથે મળીને હોળી ઊજવે છે. અા અેક વિશેષ અવસર હોય છે, કેમ કે સિંહસ્થ કુંભ દર ૧૨ વર્ષે અાવે છે. હોળીનો અા ઉત્સવ અહીં અખાડામાં સવારના નાસ્તા અને ઠંડાઈ સાથે શરૂ થશે. નિર્વાણી અખાડાના દિગ્વિજયદાસે કહ્યું કે ગાયનું ગોબર શુદ્ધ હોય છે અને રસાયણથી બનેલા રંગોની જેમ કોઈ અાડઅસર ફેલાવતું નથી. અા ઉપરાંત અમે લોકોને અાપણી સંસ્કૃતિમાં ગાયના મહત્ત્વ અને ગોબરના ફાયદા અંગે પણ જાગૃત કરવા ઇચ્છીઅે છીઅે.

સાંજે અખાડાઅોમાં હોળીની ઉજવણી કંઈક અલગ રીતે જ થશે. સાંજે તમામ સંત અેકબીજા પર ફૂલ અને ચંદનનો પાઉડર ફેંકશે. અા પરંપરા ખાસ કરીને વૈષ્ણવ અખાડાની જેમ અખિલ ભારતીય અખાડા પરિષદના મહાસચિવ હરિગીરીઅે જણાવ્યું કે સાંજના સમયે અમે ફૂલથી હોળી રમીશું.

You might also like