UP: પ્રચાર પૂર્ણ થતા જ અખિલેશની માતાએ તોડ્યુ મૌન

લખનૌઉઃ ચૂંટણી પ્રચાર પૂરા થતાની સાથે જ મુલાયમ સિંહ યાદવની પત્ની સાધના ગુપ્તાએ અખિલેશ પર વાર કર્યો છે. તેમણે કહ્યું છે કે ખોટા સમયે અખિલેશે પાર્ટી તોડી છે. સાધનાએ કહ્યું કે તે એવું ઇચ્છે છે કે તેમનો પુત્ર પ્રતિક રાજનીતિમાં આવે અને અખિલેશ ફરી સીએમ બને. જો કે સાધનાએ કહ્યું કે તે રાજનીતિમાં આવવા નથી ઇચ્છતા. પરંતુ તે ઇચ્છે છે કે તેમનો પુત્ર ચોક્કસથી રાજનીતિમાં આવે. સાધનાએ કહ્યું કે તે સમય એવો હતો કે નેતાજીએ રાજનીતિમાં ન આવવા દીધી. પરંતુ મેં બેકગ્રાઉન્ડમાં કામ કર્યું છે.

સાધનાએ યાદવ પરિવારમાં ચાલી રહેલા ઝગડા પર કહ્યું છે પરિવારમાં જે પણ કાંઇ થયું તે સાચે જ ખોટુ થયું છે. પરંતુ તેના માટે હું કોઇને દોષિત ગણતી નથી. સાધનાએ કહ્યું કે કોઇ ફર્ક નથી પડતો કે શું થયું. પરંતુ કોઇએ પણ નેતાજીનું અપમાન ન કરવું જોઇએ. તેમણે જ પાર્ટી ઉભી કરી છે. આ સાથે જ સાધનાએ એમ પણ કહ્યું છે કે તેમને નથી ખબર કે કોણે અખિલેશ યાદવને ખોટે રસ્તે દોર્યો છે. જોકે અખિલેશ આજે પણ નેતાજીનું ખૂબ જ સમ્માન કરે છે.

ચૂંટણી અંગે સાધનાએ કહ્યું કે તેઓ ઇચ્છે છે કે સમાજવાદી પાર્ટી જ જીતે અને અખિલેશ ફરી મુખ્યમંત્રી બંને. શિવપાલ અંગે સાધનાએ કહ્યું કે તેમનું અપમાન ન કરવું જોઇએ. તેમણે નેતાજી અને પાર્ટી માટે ઘણું કર્યું છે.

http://sambhaavnews.com/

 

You might also like