તીર્થસ્થાનમાં વસે છે સદાય સિદ્ધ

સમગ્ર પૃથ્વી ઉપર દરેક દેશમાં પવિત્ર સ્થળો અાવેલાં છે. અા પવિત્ર સ્થળોને તીર્થસ્થાન કહેવાય છે. પૃથ્વી ઉપર માત્ર ભારત જ એક એવો દેશ છે જ્યાં પુષ્કળ તીર્થસ્થાન છે. અા એવી પવિત્ર ભૂમિ છે જ્યાં દેવતાઅોને વારંવાર જન્મ લેવાનું મન થાય. જ્યાં દેવતાઅોઅે અનેક અવતાર લીધા છે. હજુ પણ અનેક અવતાર લેવાના છે. ભારતનાં તીર્થસ્થાનો મોટેભાગે પહાડો તથા નદીકિનારે િવશેષરૂપે અાવ્યાં છે. અા સ્થાનો બહુ પવિત્ર હોય છે. પવિત્ર સ્થાનમાં વસનારનું મન પણ દિવ્ય વિચારોથી અભિપ્રેત રહે છે.

તીર્થ શબ્દની વ્યુત્પત્તિ જોઈઅે તો ‘તૃ’ ધાતુમાં ‘થ’ પ્રત્યય જોડવાથી તીર્થ શબ્દ બન્યો છે. જેની વ્યાખ્યા કે શાબ્દિક અર્થ જોઈઅે તો તીર્થ એટલે એવું સ્થાન કે, ‘જ્યાં જવા માત્રથી ભવસાગર તરી જવાય.’ જે મનુષ્યોઅે ભવસાગર તરવો છે તેણે પોતાનાં જીવનકાળ દરમિયાન શક્ય એટલાં તીર્થાટન કરવાં જોઈઅે.

તીર્થ શબ્દનો બીજો અર્થ જોઈઅે તો તે થાય છે પવિત્ર કરવાવાળું સ્થાન. સામાન્ય રીતે અાવાં સ્થાન મંદિર, નદી, સરોવર નજીક હોય છે. જ્યાં અલૌકિક શક્તિઅો વસેલી હોય છે. જેનાં સંપર્કમાં અાવવા માત્રથી કે દર્શન કરવા માત્રથી જે તે વ્યક્તિ પાવન થઈ જાય છે. તીર્થ શબ્દનો બીજો એક અર્થ અે થાય છે કે ગુરુ, શાસ્ત્ર, દેવ, પુણ્યકર્મ, પવિત્ર સ્થળ વગેરે. પરંતુ તીર્થ શબ્દનો સામાન્ય તથા સર્વમાન્ય અર્થ પવિત્ર સ્થળ છે. અા સંસારમાં ચાર પ્રકારનાં કર્મ છે. તે અા પ્રમાણે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. અા ચારમાંથી અર્થ એટલે કે ધન તીર્થયાત્રામાં ખર્ચાઈ જાય છે. તીર્થયાત્રામાં સામાન્ય રીતે ધન પ્રાપ્તિ થતી નથી પરંતુ અા સ્થાનમાં પુણ્ય કર્મ પ્રાપ્ત કરવા માટે તમારે ધન ખર્ચવું પડે છે. સામાન્ય રીતે ધર્મનાં વધુ જ્ઞાન માટે સાત્ત્વિક, રાજસી વ્યક્તિઅો વધુ તીર્થાટન કરે છે. અા લોક તથા પરલોકની કામનાથી સિદ્ધિ માટે રજોગુણવાળી વ્યક્તિ તીર્થાટન વધુ કરે છે. જ્યારે સત્વપ્રધાન ધરાવતી સાત્ત્વિક વ્યક્તિઅો માત્ર મોક્ષ મેળવવાની પરમ ઇચ્છાથી જ મોટેભાગે તીર્થાટન કરતી હોય છે.

અાપણાં ધર્મગ્રંથોમાં તીર્થાટન િવશે ખૂબ લખ્યાં છે. ખૂબ ગવાયું છે. અાપણા અઢાર પુરાણ તથા ૧૮ મહાપુરાણમાં પણ ક્યાંકને ક્યાંક તીર્થાટનનું માહાત્મ્ય િવશેષરૂપે ગવાયું છે. તીર્થાટનથી કોને કેવો તથા કયા પ્રકારનો લાભ મળ્યો? તેના વિશે પણ વિગત વાર લખાયું જ છે. તે અાપણને જે તે ધર્મગ્રંથ વાંચતા સવિસ્તાર જોવા તથા જાણવા મળે છે.

જો કોઈ પાપી મનુષ્ય તીર્થમાં જઈ ચડે તો તેની બુદ્ધિ તે પાપાત્મા જેટલો સમય તે તીર્થમાં રહ્યો હોય તેટલો સમય તો અચૂક સિદ્ધ જ રહે છે. અચૂક શુદ્ધ જ રહે છે. તેથી તે ઉપરથી અાપણે સમજી શકીઅે કે દરેક તીર્થસ્થળ કે તીર્થસ્થાનનો મહિમા અદકેરો છે છે અને છે જ.

લગભગ પ્રત્યેક તીર્થસ્થળનું વાતાવરણ ખૂબ પવિત્ર હોય છે. ત્યાં જતાં જ પ્રત્યેક મનુષ્ય સ્વયંશિસ્તથી વાતાવરણના પ્રભાવથી સત્વગુણી બની જતો હોય છે. તેના મનમાંથી કુવિચાર જતા રહે છે. કદાચ અા જ કારણે જ્ઞાની મનુષ્યો, સાધુ પુરુષો, સંતો, મહંતો, મહાપુરુષો, હરહંમેશ તીર્થસ્થાનમાં વસવાનુંું જ પસંદ કરતા હોય છે. જેથી મનમાં કુવિચાર ન પ્રવેશે અને મન, સદાય પવિત્ર ભાવસભર રહે. હવે કેટલાક તામસી મનુષ્યો ફક્ત પાપકર્મ અાચરતા જ અાવા પવિત્ર તીર્થસ્થાનમાં જતા હોય છે. તીર્થાટન લોકો પાપ નાશ માટે કરે છે. તેવો મત સમાજમાં હોઈ તેમના પ્રત્યે કોઈ શંકા પણ સેવતું નથી. તેથી અાવા પાપી ત્યાં જઈ મુક્ત મને પાપ અાચરે છે. અાવા પવિત્ર સ્થાનમાં જેણે જેની સાથે જે કુભાવથી પાપકર્મ અાચર્યું હોય તે તેણે અનેક જન્મ જન્માંતર સુધી જે તે વ્યક્તિ સાથે ભોગવવું પડે છે. અા પાપ સાપ થઈ જાય છે. તેથી અાવી વ્યક્તિઅો દરેક ભવમાં દુઃખી થાય છે.
– શાસ્ત્રી હિમાંશુ વ્યાસ

You might also like