EXની વાત કરતા જ આંખમાં આસું આવી ગયા ટીવીની આ પૉપ્યુલર એક્ટર્સના, VIDEO VIRAL

ટેલિવિઝન એક્ટર રાજીવ ખંડેલવાલ ટીવી પર ફરી એક વખચ ચેટ શો ‘જજબાત’ કમબેક કરવા જઇ રહ્યો છે. આ ચેટ શોના એપિસોડ માટે ટેલિવિઝનની ફેવરિટ વહુ અને પોપ્યુલર એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠીને બોલાવવામાં આવી છે છે. 5મેથી શરૂ થવા જઈ રહેલા આ શોનો પ્રોમો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક્ટ્રેસ એક્સ બોયફ્રેન્ડ સાથેના બ્રેકઅપની વાત શેર કરતા કરતા રડી પડે છે.

વીડિયોમાં દિવ્યાંકા પોતાના જીવનના ખરાબ સમયને યાદ કરી રહી છે. આ સમય તેના જીવનમાં ત્યારે આવ્યો હતો જયારે તેનું શરદ મલ્હોત્રા સાથે બ્રેકઅપ થયું હતું. એક્ટ્રેસ માટે બ્રેકઅપનો દર્દ એટલો ભયાનક હતો કે તેના વિશે વાત કરતા હાલમાં પણ તેની આંખોમાં આસું આવી ગયા હતા.

 

જયારે રાજીવ ખંડેલવાલે પૂછ્યું કે, ”હાર્ટબ્રેકે દિવ્યાંકા પાસેથી શું છીનવી લીધું?” આ વાત પર દિવ્યાંકા જવાબ આપે છે, ”8 વર્ષ, તે સમયે એવું લાગતું હતું જાણે જીવનનો અંત આવી ગયો છે. હું અંધવિશ્વાસના લેવલ સુધી પહોચી ગઈ હતી. હું કદાચ પ્રેમ વગર ન રહી શકું.” આ બાદ શોમાં દિવ્યાંકાના પતિ વિવેક દહિયાની એન્ટ્રી થાય છે.

પ્રોમોમાં રાજીવ દિવ્યાંકાને પ્રેગનેન્ટ હોવા ને લઇને પણ સવાલ કરે છે. આ સવાલ પર દિવ્યાંકા ફક્ત હસી નાખે છે.

આ કારણથી દિવ્યાંકાનું એક્સ સાથે થયું બ્રેકઅપ:

દિવ્યાંકા અને શરદના બ્રેકઅપને લઇને ખબરો હતી કે, દિવ્યાંકા શરદ સાથે લગ્ન કરવા માંગતી હતી પરંતુ શરદ તેના માટે તૈયાર ન હતા. આ ઉપરાંત બંને પોતાના કામના કારણે સમય પણ પસાર કરી શકતા ન હતા. દિવ્યાંકા અને શરદનું મુલાકાત 2004માં ‘ઝી સિને સ્ટાર્સની ખોજ’ ના સેટ પર થઇ હતી. બંને એક સાથે ‘બનૂ મેં તેરી દુલ્હન’ સીરિયલમાં જોવા મળ્યા હતા.

You might also like