જાણો..! ગણપતિના દર્શન કરવા સચિનના ઘરે કોણ આવ્યું…

ગણેશ ઉત્સવની શરૂઆત થઇ ચૂકી છે. આખા દેશમાં અને ખાસ કરીને મુંબઇમાં ગણેશ ઉત્સવ ધામધૂમથી ઉજવાય છે. સામાન્ય માનવીથી લઇને ફિલ્મ કલાકારો, ક્રિકેટર સહિત ઘણા લોકોના ઘરે ગણપતિબાપા આવે છે. બોલિવુડના અભિનેતા, ક્રિકેટ, પ્રખ્યાત સેલિબ્રિટી પણ આ તહેવારની ઉજવણી પોતાના ઘરે કરે છે. જેમાં ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડૂલકરનો પણ સમાવેશ થાય છે. સચિન તેંડૂલકરે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક ફોટો પોસ્ટ કરી પોતાના ચાહકોને પૂછ્યું કે ગણેશોત્સવ પર મારા ઘરે કોણ આવ્યું.

સચિનના પ્રશંસકોએ આ વાત સિરિયસ લઇ લીધી. ચાહકો સચિનને નામ આપવા લાગ્યા હતા. કોઇકએ કહ્યું રોજર ફેડરર તો કોઇએ બ્રેટ લી નામ જણાવ્યું. જો કે ઘણા ચાહકો સાચો જવાબ આપી શક્યા નહોતા. ત્યારબાદ સચિને આ અંગે ખુલાસો આપ્યો હતો. સચિને ચાહકોને પોતાના ઘરે આવેલા મહેમાનોના નામ આપ્યા.

સચિને ટ્વિટ કરતાં જણાવ્યું કે બેબી ઇન્ડિયાના પિતાને ભગવાન ગણેશના આશીર્વાદ લેતા સારૂ લાગ્યું. આ મીટિંગ ઘણી સારી રહી. તે સિવાય ભારતના બેટસમેન યુવરાજસિંહે પણ ગણપતિના દર્શન કર્યા.

You might also like