મુંબઇના વાનખેડે સ્ટેડિયમ પર સચીનની ફરી આવશે યાદ

વિજય રથ પર સવાર ભારતીય ટીમ આજે મજબૂત ઇરાદા સાથે મુંબઈના વાનખેડે સ્ટેડિયમના મેદાનમાં ઊતરી છે. ૧૬ નવેમ્બર, ૨૦૧૩ના દિવસે વાનખેડે સ્ટેડિયમમાં ક્રિકેટના ભગવાન કહેવાતા સચીને નિવૃત્તિ જાહેર કરી હતી. મેદાન પર હાજર ભારત અને વેસ્ટ ઇન્ડીઝની ટીમ જ નહીં, આખું ક્રિકેટ વિશ્વ ભવિષ્ય તરફ નજર રાખીને બેઠું હતું કે હવે શું થશે? એ વાતને ત્રણ વર્ષ વીતી ગયા છે. હવે આ મેદાનમાં આજે ભારતીય ટીમ સચીન વિના પહેલી વાર મેદાનમાં ઊતરી છે. સચીન ભલે નિવૃત્ત થઈ ગયો હોય, પરંતુ આજે પણ તેનો ક્રેઝ એટલો જ છે. તે ભલે આજની ટેસ્ટમાં નથી રમી રહ્યો, પરંતુ મુંબઈના દર્શકોએ સચીન માટે ખાસ તૈયારી કરી છે. વાનખેડે સ્ટેડિયમમાં આજથી સચીન… સચીનના નારા સાંભળવા મળશે. સચીને વર્ષ ૧૯૮૯માં ટેસ્ટ પદાર્પણ કર્યું હતું, જ્યારે વર્ષ ૧૯૯૩માં વાનખેડે ક્રિકેટ મેદાન પર તે પહેલી વાર ટેસ્ટ મેચ રમ્યો હતો. સચીને વર્ષ ૨૦૧૩માં વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ આ જ વાનખેડે મેદાન પર ક્રિકેટને અલવિદા કહ્યું હતું, ત્યાર બાદ આજે પહેલી વાર એવું બનશે, જ્યારે ભારતીય ટીમ અહીં સચીન વિના રમશે.
http://sambhaavnews.com/

You might also like