સચિન તેંડૂલકર બન્યો સ્કિલ ઇન્ડિયાનો બ્રાન્ડ એમ્બેસેડર

નવી દિલ્હી : ક્રિકેટના ભગવાન સમાન મહાન બેટ્સમેન સચિન તેંડૂલકરને કૌશલ વિકાસ એવં ઉધમશીલતા મંત્રાલય  (એમએસડીઇ)એ ‘સ્કિલ ઇન્ડિયા’ અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર બનવામાં આવ્યા છે. આ અંગે માસ્ટર બ્લાસ્ટરે જણાવ્યું હતું કે આ અભિયાન ભારત માટે દેશના નવ યુવાનની તાકાતનો પૂર્ણ ઉપયોગ કરવાની સારી તક છે. સચિન આ અભિયાન સાથે જોડાયા બાદ એમએસડીઇના પ્રધાન રાજીવ પ્રતાપ રુડીએ કહ્યું કે સચિને પોતાની પ્રતિભાનો સારી રીતે ઉપયોગ કર્યો છે. તે વૈશ્વિક કક્ષાના બ્રાન્ડ છે. સચિને પૌતાના કૌશલથી ક્રિકેટની ઘણી સેવા કરી છે અને ઘણા લોકોને પ્રભાવિત કર્યા છે.

સચિને આ અંગે જણાવ્યું હતું કે જ્યારે મારી પાસે સ્કિલ ઇન્ડિયાનો પ્રસ્તાવ આવ્યો ત્યારે મને સમજાયું કે આ વ્યક્તિના વિકાસ માટે જરૂરી છે, જેના કારણે તેની કિંમત સમજવી જોઇએ અને તેને પ્રોત્સાહિત કરવું જોઇએ. આપણું રાષ્ટ્ર યુવા રાષ્ટ્ર છે અને તેની અંદર સારી એવી પ્રતિભા છે. આપણે પોતાના પેશનથી પ્રેરિત કૌશલ શીખવાની જરૂરીયાત છે, જે આગળ જઇને તક બને. સ્કિલ ઇન્ડિયા દરેક યુવા માટે એક સારી તક છે. ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ આ યોજના હેઠળ 40 કરોડ લોકોને અલગ-અલગ કૌશલ શિખવવાનો હેતુ છે.

You might also like