સચિન તેંડુલકર બની શકે છે સ્વચ્છ ગંગા રાષ્ટ્રીય મિશનનો બ્રાંડ એમ્બેસડર

સચિન તેંડુલકર સ્વચ્છ ગંગા રાષ્ટ્રીય મિશનનો એક નવો ચહેરો હોઇ શકે છે. એનાથી એ વાતનો અંદાજો લગાવી શકાય છે કે મોદી સરકાર આ અભિયાનમાં લોકોને વધારે જાગરૂક કરવા અને સંવેદનશીલ બનાવવા માટે મોટા સ્તર પર અભિયાન તૈયાર કરી શકે છે.

આ બાબતમાં સંબંધિત અધિકારીઓએ કહ્યું કે તેંડુલકરને આ મિશનનો બ્રાંડ એમ્બેસડર નિયુક્ત કરવા માટે વાતચીત ચાલી રહી છે. એણે આગળ કહ્યું કે વિવિધ આકારણીઓ અનુસાર ગંગામાં પ્રદૂષણના સ્તરમાં ખૂબ સુધારો થયો છે. આ ઉપરાંત ગંગાના કેટલાક ઘાટો પર સફાઇની અસર સ્પષ્ટ રીચે જોઇ શકાય છે.

આ અંગે એક અધિકારીએ જણાવ્યું છે કે સચિન તેંડુલકર સાથે અમારી વાત ચાલી રહી છે, જેનાથી આ અભિયાન સાથે વધારે લોકોને જોડી શકાય છે. એની તરફથી પણ સંકેત મળી ગયો છે કે એ પણ આ વિચાર સાથે સહેમત છે.

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે અમે આગળના મહિનામાં આ અભિયાનની શરૂઆત થાય એવી આશા વ્યક્ત કરી રહ્યા છે. જો કે સચિન તેંડુલકર તરફથી અત્યાર સુધી આ બાબતે કોઇ પુષ્ટિ કરવામાં આવી નથી.

http://sambhaavnews.com/

You might also like