સચીનને ગિફ્ટમાં મળ્યું ૧.૬૮ કરોડનું ઘર

મુંબઈ: મુંબઈમાં ૮૦ કરોડના ઘરના માલિક સચીન તેંડુલકરનું નવું ઘર હવે નોઈડામાં છે. અા લક્ઝુરિયસ મકાન છ બેડરૂમનું છે. તાજેતરમાં સચીનની પત્ની અંજલિ તેંડુલકરે નોઈડામાં તેનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે. અા માટે તેમને લગભગ ૮.૪૦ લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યૂટી ભરી છે.

ગ્રેટર નોઈડાના પોશ વિસ્તારમાં જે પી રિસોર્ટની ક્રિસેન્ટ કોર્ટમાં સચીનનું અા નવું ઘર છે. છ બેડરૂમવાળો અા ફ્લેટ ૨૧મા માળે છે. તેનો અેરિયા લગભગ ૩૧૪ ચોરસ મીટરનો છે. રજિસ્ટ્રીમાં ફ્લેટની કિંમત ૧.૬૮ કરોડ જણાવાઈ છે. અા એપાર્ટમેન્ટમાં પૂર્વ ક્રિકેટર અાર.પી. સિંહ અને કપિલદેવનાં મકાન છે.

છ વર્ષ પહેલાં સચીન તેંડુલકર જે પી સિમેન્ટનો બ્રાન્ડ અેમ્બેસેડર બન્યો હતો. ત્યારે કંપની સાથે થયેલા એગ્રીમેન્ટ પ્રમાણે જે પી રિસોર્ટના ક્રિસેન્ટ કોર્ટમાં તેને એક ફ્લેટ અાપવામાં અાવ્યો છે. અા અે જ પ્રોપર્ટી છે જે સચીને પત્નીને નામે ટ્રાન્સફર કરી દીધી હતી.

You might also like