રાજ્યસભામાં ત્રણ વર્ષ બાદ સચીને પ્રશ્ન પૂછતાં આશ્ચર્ય

નવી દિલ્હીઃ રાજ્યસભાના સભ્ય બન્યાના ત્રણ વર્ષ બાદ માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકરે રાજ્યસભામાં પ્રથમ વાર સાંસદ તરીકે પ્રશ્ન પૂછ્યો હતો. સચીને કોલકાતા મેટ્રો અને ડ્રાઈવિંગ લાઈસન્સને લઈને સવાલ પૂછ્યો હતો. તેમાં તેને કોલકાતા મેટ્રો અંગે જવાબ મળ્યો હતો. પરંતુ ડ્રાઈવિંગ લાઈસન્સ આપવા અંગેના નિયમોને લઈને તેને સોમવાર સુધીમાં જવાબ મળે તેવી આશા છે.

સચીન કોંગ્રેસના શાસનમાં ગત ૪ જૂન, ૨૦૧૨ના રોજ રાજયસભાના સભ્ય બન્યા હતા. તે સમયે રેખા પણ રાજ્યસભાના સભ્ય બન્યા હતા. જોકે ત્યારબાદ સચીન અનેક વાર રાજ્યસભામાં ગેરહાજર રહેતા તે અંગે અનેક સવાલો ઊભા થયા હતા. પરંતુ ત્રણ વર્ષ બાદ સચીને રાજ્યસભામાં સવાલ પૂછતા હવે તે સક્રિય બન્યા હોય તેમ લાગે છે.

સચીને પૂછેલા સવાલો
સચીને રાજ્યસભામાં જે બે સવાલ પૂછયા હતા તેમાં અેક સવાલ કોલકાતા મેટ્રો રેલ અંગે હતો. જેમાં સચીને પૂછયું હતું કે કોલકાતા મેટ્રો માટે અલગ ઝોન બનાવવામાં આવ્યો છે. , તેની ખરેખર જરૂર છે. , આ માટેની શરતો કઈ છે તેમજ મુંબઈ, ચેન્નઈ અને દિલ્હી જેવા અન્ય શહેરોમાં પણ રેલ સર્વિસ માટે અલગ ઝોન બનાવવામાં આવશે કે કેમ તેવો સવાલ કર્યો હતો. જેનો જવાબ મળી ગયો છે.

આ ઉપરાંત બીજો સવાલ માર્ગ પરિવહન મંત્રાલયને પૂછ્યો હતો કે ડ્રાઈવિંગ લાઈસન્સ ઈશ્યૂ કરવાના નિયમોમાં ફેેરફાર કરવામાં આવ્યો છે કે કેમ. આ સવાલનો જવાબ સોમવારે મળે તેમ છે. સચીને પહેલાે સવાલ રેલવે મંત્રાલય સમક્ષ લેખિતમાં કર્યો હતાે. જેનો જવાબ લેખિતમાં જ મળ્યો હતો. પરંતુ બીજા જવાબ માટે સચીનને રાહ જોવી પડશે.

You might also like