મેદાનમાં ફરી એક વાર ટકરાશે સચીન-લારા

ત્રિનિદાદઃ વિશ્વ ક્રિકેટના બે દિગ્ગજ ખેલાડી વેસ્ટ ઇન્ડીઝના બ્રાયન લારા અને ભારતનો સચીન તેંડુલકરને ક્રિકેટના મેદાનમાં ફરી એક વાર જોવાનું ક્રિકેટપ્રેમીઓનું સપનું સાકાર થવા જઈ રહ્યું છે. બંને ખેલાડી આ મહિનામાં ફરી એક વાર મેદાનમાં ઊતરશે. આ મેચ ત્રિનિદાદ એન્ડ ટોબેગોના બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાશે. લગભગ એક દાયકાથી બની રહેલા બ્રાયન લારા સ્ટેડિયમને દુનિયા સામે લાવવામાં આવશે અને આ ખાસ પ્રસંગનો શુભારંભ થશે લારા અને સચીનની ટીમ વચ્ચેની મેચથી.

આ મુકાબલા માટે ત્રિનિદાદ એન્ડ ટોબેગોમાં તહેવાર જેવો ઉત્સાહ છે. દર્શકો ટિકિટ માટે અત્યારથી પડાપડી કરી રહ્યા છે. આ મુકાબલાને દુનિયાભરના ક્રિકેટપ્રેમી જોઈ શકશે. ટારુબા સ્ટેડિયમનું નિર્માણ ૨૦૦૫માં ૨૭૫ મિલિયન ડોલર સાથે થયું હતું અને આશા હતી કે ૨૦૦૭ના વિશ્વકપમાં અહીં મેચ રમાશે, પરંતુ કરોડો ડોલર ખર્ચ્યા બાદ પણ સ્ટેડિયમ તૈયાર થઈ શક્યું નહોતું.હવે આ સ્ટેડિયમ તૈયાર થઈ ગયું છે.

http://sambhaavnews.com/

You might also like