KPLનાં સમાપનમાં સચિન, અનુરાગ, શાહ અને બેન પણ રહેશે હાજર

અમદાવાદ : અમદાવાદ શહેર ભાજપ દ્વારા આયોજીત કર્ણાવતી પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું છે. જેનાં ઉદ્ધાટન પ્રસંગે ભાજપનાં અધ્યક્ષ અમીત શાહે કર્યું હતું. જો કે આ લીગનાં સમાપન 30મી તારીખે જેમાં સચિન તેંડુલકર, BCCIનાં ચેરમેન અનુરાગ ઠાકુર, ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તથા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ખાસ હાજર રહેશે. આ લીગમાં વિજેતા થયેલી ટીમોને સચિન તેંડુલકરનાં હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, સચિન તેંડુલકરની વ્યસ્તતાને કારણે KPLનું સમાપન 29મીનાં બદલે 30મીએ કરવામાં આવશે. શહેર ભાજપ દ્વારા 15 થી 30મે દરમિયાન કર્ણાવતી પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું છે. જેનાં ઉદ્ધાટન પ્રસંગે પાર્ટીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તેમજ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ઉપસ્થિત રહેવાનાં હતા. પરંતુ આનંદીબેન પટેલે આ ટૂર્નામેન્ટનાં ઉદ્ધાટનમાં હાજરી આપવાનું ટાઆળ્યું હતું. આમંત્રણ પત્રિકામાંથી તેમજ કેપીએલને લગતી ઓડિયો ક્લિપમાંથી પણ આનંદીબેનનું નામ હટાવાયું હતું.

અમિત શાહનાં મતવિસ્તાર નારણપુરા ખાતે કર્ણાવતી ભાજપ દ્વારા કેપીએલ રાત્રી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. જેનું ઉદ્ધાટન 15મી મેનાં રોજ અમિત શાહે કર્યું હતું. આ ટુર્નામેન્ટમાં 48 વોર્ડની વિવિધ ટીમો ભાગ લઇ રહી છે. પરંતુ આ ટુર્નામેન્ટ માટે ભાજપનાં રમત ગમત સેલનાં કોઇ પણ કાર્યકર અથવા આગેવાનને કામગીરી સોંપવાને બદલે અમિત શાહનાં અંગત લોકોએ મોરચો હાથમાં લીધો હતો. અત્રે નોંધનીય છે કે આ ટુર્નામેન્ટ પાછળ 10 લાખ રૂપિયા જેટલો ખર્ચ કરવામાં આવ્યો હતો.

You might also like