સચિન-રેખાને રાજ્યસભામાંથી નિકાળો, બંનેની ગેરહાજરી પર સપા સાંસદની માંગ

નવી દિલ્હી: મંગળવારે રાજ્યસભામાં સચિન તેંડુલકર અને અભિનેત્રી રેખાની ગેરહાજરીનો મુદ્દો ઉઠ્યો છે. સમાજવાદી પાર્ટીના સાંસદ નપેશ ચંદ્ર અગ્રવાલએ ડેપ્યુટી ચેરમેન પાસે આ બંનેની બાબતમાં વ્યવસ્થા આપવાની માંગ કરી. અગ્રવાલે કહ્યું જો વિજય માલ્યાને રાજ્યસભામાંથી નિકાળવામાં આવી શકે છે તો આ બંનેને કેમ નહીં. જણાવી દઇએ કે નરેશ અગ્રવાલએ માર્ચમાં આ બંને સાંસદોની સદનમાં ગેરહાજરીનો મુદ્દો ઉઠાવ્યો હતો.

રાજ્યસભામાં 12 પસંદગીના સભ્યો હોય છે. પરંતુ સચિન અને રેખા આસત્રમાં એક પણ વખત સંસદમાં આવ્યા નથી. આ બંને જાહેરાતમાં કામ કરી રહ્યા છે. નરેશ અગ્રવાલની ટિપ્પણી પર કુરિયનએ કહ્યું કે આ બંને એ રજા લીધી છે. જો કે એમણે એવું પણ કહ્યું છે કે સદન ઇચ્છે છે કે દરેક સભ્યો દરરોજ હાજર રહે.

નોંધનીય છે કે ફેબ્રુઆરીમાં સચિન તેંડુલકરે મહારાષ્ટ્રના દોંજા ગામને દત્તક લીધું હતું. સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ આ ગામનો વિકાસ કરવામાં આવશે અને 4 કરોડ રૂપિયાથી વધારે ખર્ચ કર્યો હતો. આ પહેલા પણ સચિનએ આંધ્રપ્રદેશનું પુત્તમરાજુ કાંદરીગા ગામને દત્તક લીધું હતું.

સચિન 2012માં રાજ્યસભ્યાનો સભ્ય બન્યો. અપ્રિલ 2017 સુધી 348 દિનસમાંથી માત્ર 23 દિવસ જ હાજર રહ્યો. જ્યારે રેખા માત્ર 18 દિવસ જ રાજ્યસભામાં જોવા મળી હતી.

http://sambhaavnews.com/

You might also like