ફિલ્મ રિલીઝ પહેલા પીએમ મોદીને મળવા પહોંચ્યો સચિન તેંડુલકર

નવી દિલ્હી: ક્રિકેટનો ભગવાન કહેવાતો સચિન તેંડુલકર આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા પહોંચ્યો છે. સચિન હાલમાં પોતાની આવનારી ફિલ્મમાં વ્યસ્ત છે. સચિનના જીવન પર આધારિત ફિલ્મ ‘સચિન: એ બિલિયન ડ્રીમ્સ’ 26 મે ના રોજ રિલીઝ થવાની છે.

જો કે આ મુલાકાતનો બીજો પણ હેતુ હતો, એ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. જણાવી દઇએ કે સચિન રાજ્યસભાના સાસંદ પણ છે. જણાવી દઇએ કે સચિનની ફિલ્મનું નિર્દેશન જેમ્સ એર્સ્કિસએ કર્યું છે. આ ફિલ્મમાં સચિન ઉપરાંત એની પત્ની, પુત્રી, પુત્રી સાથે વીરેન્દ્ર સહેવાગ અને મહેન્દ્ર સિંહ ધોની પણ જોવા મળશે.


આ પહેલા પીએમ ઘણી વખત સચિન અને ક્રિકેટનો ઉલ્લેખ કરી ચૂક્યા છે. જણાવી દઇએ કે સચિન ‘કુશલ ભારત’ એટલે કે ‘સ્કિલ ઇન્ડિયા’ નો બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. સાથે પીએમ મોદીએ કહ્યું હતું કે એ વધારે ફિલ્મ જોતાં નથી, પરંતુ એમને મહાપુરુષોના જીવન પર બનેલી ફિલ્મો જોવાનો શોખ છે.

http://sambhaavnews.com/

You might also like