નિવૃત્તિ બાદ પણ સચીનના નામે નોંધાયો હારનો રેકોર્ડ

નવી દિલ્હીઃ ભારતનાે માસ્ટર બ્લાસ્ટર બેટ્સમેન સચીન તેંડુલકર નિવૃત્ત થઈ ગયાને બે વર્ષ જેટલો સમય થઈ ગયો છે, આમ છતાં એક રેકોર્ડ તેનો પીછો છોડતો નથી. ક્રિકેટના મેદાન પર રન અને સદીઓનો પહાડ બનાવનારો સચીન કેપ્ટનશિપમાં બહુ ખરાબ રીતે ફ્લોપ રહ્યો હતો. ટેસ્ટ મેચના ૨૫ મુકાબલામાંથી સચીનને ફક્ત ચાર મેચમાં વિજય હાંસલ થયો હતો, જ્યારે ૭૩ વન ડે મેચમાંથી ફક્ત ૨૩ મુકાબલામાં તે ટીમ ઇન્ડિયાને જીત અપાવી શક્યો હતો. કેપ્ટન તરીકે ટેસ્ટ અને વન ડેમાં જીતના મામલે તે ૪૯મા અને ૨૯મા સ્થાન પર છે.

નિવૃત્તિ બાદ ક્રિકેટ ઓલ સ્ટાર શ્રેણીને સહારે ફરી એક વાર મેદાન પર ઊતરેલો સચીન પોતાની ટીમનો કેપ્ટન હતો. સચીન બ્લાસ્ટરની ટીમને શેન વોર્નની ટીમે સતત ત્રણ મેચમાં હરાવી. ત્રણેય મુકાબલામાં સચીનની ટીમ દરેક વિભાગમાં શેન વોર્નની ટીમ સામે વામણી પુરવાર થઈ.
૧૭ વર્ષની ઉંમરમાં જ ક્રિકેટમાં પદાર્પણ કરનારા સચીનના નામે ટેસ્ટ અને વન ડેમાં કુલ ૧૦૦ સદી નોંધાયેલી છે, જેમાંની ૫૧ સદી ટેસ્ટમાં અને ૪૯ સદી વન ડેમાં છે.

You might also like