શાસ્ત્રીનાં કોચ પદ અને સચિન -સૌરવનાં કમિટીના સભ્યપદ પર સવાલ

નવી દિલ્હી : રવિ શાસ્ત્રીને ભારતીય ટીમના કોચ બનાવ્યા બાદ સલાહકાર સમિતી પર ઘણા પ્રકારનાં સવાલો ઉઠવા લાગ્યા છે. ટીમનાં મુખ્ય કોચ રહી ચુકેલા સંદીપ પાટિલે સીએસીનાં ત્રણેય સભ્યો પર સવાલ ઉઠાવ્યા છે. પાટિલે કહ્યું કે સચિન તેંડુલકર, વીવીએસ લક્ષ્મણ અને સૌરવ ગાંગુલીને ક્રિકેટ કોચ પસંદ કરવાનો અધિકાર ન આપવામાં આવવો જોઇએ.

પાટિલે ક્રિકેટ સલાહકાર સમિતી પર નિશાન સાધતા કહ્યું કે, તેંડુલકર, ગાંગુલી અને લક્ષમણે ભલે જ ક્રિકેટમાં ઘણુ નામ કમાણા હોય અને પોતાનાં હુનરનું પ્રદર્શન કર્યું હોય પરંતુ આ ત્રણેયમાંથી કોઇએ કોચ તરીકે ક્યારે પણ કામ નથી કર્યું. પાટિલે કહ્યું કે, સચિન, સૌરવ અને લક્ષ્મણ લીજેન્ડ ખેલાડી છે અને તેમણે દેશનાં માટે ઘણુ કર્યું છે પરંતુ તેમનાંથી કોઇ વ્યક્તિ કોચ નથી રહ્યા.

પાટિલે કહ્યું કે શું કોઇ કોચ અંપાયરને સિલેક્ટ કરી શકે છે કોઇ એમ્પાયર કોઇ કોચની પસંદગી કરી શકે છે. પાટિલે શાસ્ત્રીને ટીમનાં મુખ્ય કોચ બનાવવાનાં નિર્ણય અંગે કહ્યું કે, તેઓ એક સાથે ક્રિકેટ રમી ચુક્યા છે અને તેઓ તેનાં સ્વભાવને સારી રીતે જાણે છે. પાટીલે કહ્યું કે, તેમને નથી લાગતું કે શાસ્ત્રી માટે કોચ પદ સૂટ કરે છે.

You might also like