તો કાંઇક આવી રીતે બની છે સચિનની બાયોપિક

મુંબઇઃ સચિન તેડુલકરના જીવન પર બનેલી ફિલ્મ સચિન અ બિલિયન ડ્રીમ્સ  26 મેના રોજ પર્દા પર આવવાની છે. ફિલ્મનને બનાવવા માટે સચિનના જીવન પર સતત નજર રાખવામાં આવી છે. જેમ્સ એર્સ્કિને આ ફિલ્મનું નિર્દેશ કર્યું છે. આ ફિલ્મને પૂર્ણ કરવા માટે લગભગ સાડા ત્રણ વર્ષ સુધી કેમેરા સચિનને ફોલો કરતા હતા. સચિન જ્યાં પણ જતા ત્યાં તેને ફોલો કરવામાં આવતા. 10 હજાર કલાકના વીડિયો ફુટેજ ચકાસમાં આવ્યા. રવિ અને જેમ્સે આ ફિલ્મને બનાવવાના વિચારને લઇને પડદા પર લાવવા સુધી દરેક બાબત જણાવી છે.

ફિલ્મ પાછળ ખૂબ જ મહેનત કરવામાં આવી છે. 6થી 8 મહીના સચિનને મળવામાં લાગ્યા હતા. રવિ ભાગચંદકાએ 200 નોન આઉટ પ્રોડક્શંસ અંતર્ગત આ ફિલ્મને બનાવી છે. આ ફિલ્મને બનાવવામાં ખુબ જ મહેનત લાગી છે. જેમ્સ અર્સ્કિને જણાવ્યું કે તેઓ પણ ક્રિકેટ રમતા હતા. તેમને ક્રિકેટનો ખુબ જ શોખ છે. તેમણે અલી જેવી અનેક સ્પોટ્સ ફિલ્મો જોઇ છે. ત્યાંથી જ તેમને આઇડિયા આવ્યો હતોકે સચિન પર પણ આવી કોઇ ફિલ્મ બનાવવામાં આવે. તે આપણા રિયલ હીરો છે. સ્પોટ્સમાં તેમનાથી મોટુ કોઇ જ નથી. તેમની વાર્તા અનેક લોકો અને જનરેશન માટે પ્રેરણા આપનારી છે. જોકે આ તમામ બાબતો માટે સચિનને મનાવવો ખુબ જ મુશ્કેલ હતો. સચિનને આમા એક્ટિંગ નથી કરી તેમને ફોલો કરવામાં આવ્યાં છે. તેમની નેચરલ મુવમેન્ટ અને સિચ્યુએશનને કેમેરામાં કેદ કરવામાં આવી છે. સાડા ત્રણ વર્ષ સુધી કેમેરા સાથે સચિનને ફોલો કરવામાં આવ્યા છે. જોકે ફિલ્મ એડિટિંગમાં પણ ખૂબ જ સમય લાગ્યો છે. આ ફિલ્મમાં ખૂબ જ ઓછા ફિક્સન છે.

http://sambhaavnews.com/

You might also like