Categories: Entertainment

Film Review: ‘સચીનઃ અ બિલિયન ડ્રીમ્સ’

બ્રિટિશ નિર્દેશક જેમ્સ એરસ્કિને આ ફિલ્મ પહેલાં પણ રમતગમત અને રમતવીરો પર ઘણી બધી ફિલ્મો બનાવી છે. આમ પણ આજકાલ બાયોપિક ફિલ્મો બનાવવાનું ચલણ છે, પરંતુ ક્રિકેટ સમ્રાટ સચીન તેંડુલકરના જીવન પર બનેલી આ એક ડોક્યુ-ડ્રામા ફિલ્મ છે. હિંદી, તામિલ, તેલુગુ અને મરાઠી ભાષામાં બનેલી આ ફિલ્મ એક બાળકના ક્રિકેટ સુપરસ્ટાર બનવાની કહાણી છે. ફિલ્મ સખત મહેનત અને એક વ્યક્તિના દૃઢ સંકલ્પને સલામ કરે છે, સાથેસાથે આજના યુવાનો માટે પ્રેરણાદાયક પણ છે. આ એક વાસ્તવિક નાયકની રિયલ કહાણી છે. ફિલ્મમાં સચીનના ક્રિકેટ જીવનની સાથે-સાથે તેના રોમાન્સ, તેની પત્ની અને બાળકોને પણ દર્શાવાયાં છે.

‘સચીનઃ અ બિલિયન ડ્રીમ્સ’ એક બેચેન ૧૦ વર્ષીય બાળકની કહાણી દર્શાવે છે, જેણે ભારત માટે પહેલી વાર વર્લ્ડકપ જીતનાર કેપ્ટન કપિલદેવને ટીવી પર જોયો અને વિચાર્યું કે તે પણ એક દિવસ ભારત માટે ક્રિકેટ રમતાં હાથમાં ટ્રોફી પકડશે અને તેણે ક્રિકેટમાં તે કારનામું કરી બતાવ્યું. ધીમે ધીમે લોકો તેને ક્રિકેટના ભગવાન કહેવા લાગ્યા. સચીન એક મહાન નાયક છે, જેણે એક યુગ બનાવ્યો, જેના પર ભારતીયોને ગર્વ છે. સચીનના સમર્પણ અને તેના જીવનના એ પહેલુઓનો ખુલાસો કરાયો છે, જે લોકોએ પહેલાં ક્યારેય સાંભળ્યું કે જોયું નથી. સચીન ક્રિકેટ ક્યાં શીખ્યો, કોણ તેના ગુરુ હતા, આ બધું તેના પ્રશંસકો જાણે છે, પરંતુ સચીન એન્થમની સાથે દર્શકોને એ બધું જોવા મળશે કે જે તેમણે પહેલાં ક્યારેય જોયું નથી.

ફિલ્મ અંગે સચીને જણાવ્યું હતું કે આ ફિલ્મમાં લોકોને તેની લાઇફની એ વાતો જોવા મળશે, જે ક્યારેય તેણે કહી નથી. અમે ફિલ્મમાં કંઇક એવું દર્શાવવાની કોશિશ કરી છે, જેની જાણ આજ સુધી કોઇને થઇ નથી. ફિલ્મમાં સચીનની માતા, તેનું બાળપણ એ બધું દર્શાવાયું છે. અમારા કેટલાક ખાસ પર્સનલ વીડિયો પણ ફિલ્મમાં દર્શાવાયા છે, જે અત્યાર સુધી માત્ર ઘરની ચાર દીવાલોમાં કેદ હતા. •
http://sambhaavnews.com/

divyesh

Recent Posts

પ્યાર મેં ધોખાઃ પ્રેમિકાને બદનામ કરવા કોન્સ્ટેબલે અશ્લીલ ફોટાનો સહારો લીધો

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: બાર વર્ષ સુધી ડિવોર્સી મહિલા સાથે લિવ ઈન રિલેશનમાં રહ્યા બાદ પોલીસ કર્મચારીએ તેના બીભત્સ ફોટોગ્રાફની પ્રિન્ટ…

19 hours ago

1 ફેબ્રુઆરીથી કેન્દ્ર સરકારની નોકરીમાં 10 ટકા સવર્ણ અનામતનો લાભ મળશે

(એજન્સી) નવી દિલ્હી: સામાન્ય શ્રેણીના આર્થિક રીતેે નબળા વર્ગ (ઇડબ્લ્યુએસ)ના લોકોને ૧ ફેબ્રુઆરીથી કેન્દ્ર સરકારની નોકરીઓમાં ૧૦ ટકા અનામતનો લાભ…

21 hours ago

…તો ઇજાગ્રસ્ત પેસેન્જર મુંબઇના બદલે કોલકતા પહોંચી ગયો હોત

(અમદાવાદ બ્યૂશ્રરો) અમદાવાદ: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-ર૦૧૯ની ઇવેન્ટમાં હાજરી આપવા આવેલા મુંબઇના પ્રવાસીને પાછા ફરતી વખતે અન્ય ફલાઇટમાં બેસાડી દેવાતાં…

21 hours ago

Ahmedabadમાં 800 કરોડના ખર્ચે નવાં આઠ મલ્ટિસ્ટોરિડ પાર્કિંગ બનાવાશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: દેશના ગોવા જેવા રાજ્ય કરતાં પણ વધુ વાર્ષિક બજેટ ધરાવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટીતંત્ર દ્વારા આગામી નાણાકીય…

21 hours ago

પ્રોપર્ટીના વિવાદમાં એક જ પરિવારના સભ્યો આમને સામનેઃ ત્રણ ઘાયલ

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરના રખિયાલમાં ગઇ કાલે સાંજે પ્રોપર્ટીના વિવાદમાં એક જ પરિવારના બે સભ્યો વચ્ચે લોહિયાળ જંગ ખેલાતાં સમગ્ર…

21 hours ago

નંબર પ્લેટ વિના ફરતા નવાં વાહનો પર RTOની તવાઈ

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નંબર પ્લેટ વિના નવા ફરતા વાહનો પર રોક લગાવવા માટે આરટીઓએ ડીલરો સામે…

21 hours ago