સાચ પાસ છે ખૂબસુરત જગ્યા, એડવેન્ચર સાથે હિમવર્ષાની માણો મજા…

બરફથી ઢંકાયેલો પ્રદેશ કોને સારો ન લાગે.. દરેક વ્યક્તિ ઇચ્છતો હોય છે કે તે પહાડોમાં ફરવા જાય અને હિમવર્ષાનો આનંદ લે. ખાસ કરીને મેદાન વિસ્તારમાં બરફને પડતા જોવાની ઇચ્છા વધારે હોય છે. આમ તો હિમવર્ષાનો નજારો શિયાળામાં જ જોવા મળે છે પરંતું દેશની કેટલીક ઉંચાઇવાળી જગ્યાએ વર્ષ દરમિયાન બરફની ચાદર જોવા મળે છે.

 

પોતાની ખૂબસુરતી અને રોમાંચ માટે પ્રવાસીઓની પસંદગીની આ એક જગ્યા છે. સાચ પાસ રોહતાંગથી પણ વધુ ખુબસૂરત છે. જૂન-જૂલાઇ મહિનામાં પણ સાચ પાસ જગ્યા પર બરફની ચાદર જોવા મળે છે. અહીં તમે હિમવર્ષાનો આનંદ માણી શકો છે.

જૂન-જૂલાઇમાં પણ અહીં તાપમાન માઇનેસ ડીગ્રી રહે છે. સાચ પાસથી થઇને પાંગી ઘાટી પહોંચીને ત્યાંનો ખૂબસુરત નજારો જોવાનો આનંદ જ કંઇક બીજો છે. સાચ દરા હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લાના ચુરાહ તેમજ પાંગી ઉપમંડલોને જોડે છે. સાચ પાસ 14,500 ફીટની ઉંચાઇ પર આવેલ છે.

જેમ જેમ તેની ઉંચાઇ પર પહોંચીએ છીએતેમ દરેક મોડ પર નવી રોમાંચ જોવા મળે છે. સાચ પ્રવાસીઓ માટે જૂન મહીનાથી ખુલે છે અને ઓક્ટબરમાં બંધ કરવામાં આવે છે. આ સમય દરમિયાન અહીં પ્રવાસીઓ જોવા મળે છે. જો તમે હિમાચલ પ્રદેશની બહારથી સાચ પાસ પહોંચવા માગો છો તો તમારે સૌથી પહેલા પઠાનકોટ પહોંચવું પડશે.

સાચ પાસ ડેલહાઉસીથી 175 કિમી દૂર છે. તે સિવાય ચંબા થઇને પણ ત્યાં પહોંચી શકાય છે. સાચ પાસ ચંબા મુખ્યાલયથી 127 કિમી દૂર છે. જો કે સાચ પાસ પ્રવાસીઓને લઇને સંપૂર્ણ ડેવલપ થયું નથી. ત્યાં રોકવા માટે તેમજ ખાવા-પીવા માટેની થોડી સમસ્યા રહે છે. ત્યાં રોકાવા માટે બૈરાગઢમાં વિશ્રામ ગૃહ અને પાંગીમાં હોટલ તેમજ વિશ્રામ ગૃહ છે. સાંચની મુસાફરી કરનારા પ્રવાસીઓમાં મોટાભાગના ડેલહાઉસીમાં રોકાય છે.

You might also like