સાબુદાણા ખીચડી

સામગ્રી: એક બાઉલ સાબુદાણા, એક બાઉલ સમારેલી કાકડી અથવા કાચું પપૈયું, ૩ ટેબલસ્પૂન અધકચરી શીંગ, ૪ ટે.સ્પૂન ખાંડ, ૧ ટે.સ્પૂન લીંબુનો રસ, ૨ ટે.સ્પૂન આદું મરચાંની પેસ્ટ, ૧ ટે.સ્પૂન જીરું, ૩ ટે.સ્પૂન તેલ, ૮-૧૦ મીઠા લીમડાનાં પાન, સિંધાલૂણ સ્વાદનુસાર

બનાવવાની રીત: સાબુદાણાને પાણીમાં ડૂબે તેમ બે કલાક પલાળવા. ચાળણીમાં પાણી કાઢી લઇ અડધો કલાક રાખવા. નોનસ્ટિક પૅનમાં તેલ મૂકી તેમાં જીરું ઉમેરી તતડે એટલે લીમડાનાં પાન ઉમેરો. તેમાં સમારેલી કાકડી અથવા પપૈયું ઉમેરો. તેને બરાબર હલાવીને તેમાં આદું-મરચાંની પેસ્ટ ઉમેરી થોડું સાંતળો. પછી તેમાં ચાળણીમાં કાઢેલા સાબુદાણા ઉમેરીને બરાબર મિક્સ કરી દો તથા લીંબુનો રસ ઉમેરીને થોડી વાર પછી ગેસ બંધ કરો (તેને સતત હલાવતા રહેવું.) હવે સાબુદાણાની ખીચડી તૈયાર છે. તેને કાચના બાઉલમાં કાઢીને તેના ઉપર કોથમીર અને દાડમ નાખી સજાવટ કરો અને ગરમાગરમ પીરસો.

You might also like