સાબુદાણાની ખીર

સામગ્રી :
દૂધ દોઢ લીટર
સાબુદાણા પા કપ
એલચી નો પાવડર-પા ચમચી
સમારેલો મેવો જરૂર પુરતો
કેસર થોડા તાંતળા

બનાવવાની રીત : સાબુદાણા ને ખીર બનાવવાના અડધો કલાક પેહલા ધોઈ , પાણી નીતારી ને રાખી મુકો. જાડા તળિયાવાળી તપેલી માં દૂધ ગરમ કરો , દૂધ ઉકાળવા લાગે અને તેમાં ચાર પાંચ ઉભરા આવે એટલે સાબુદાણા નાખી દો . આને સતત હલાવતા રહો , સાબુદાણા બરાબર ગળી જવા દો. તે પછી તેમાં ખાંડ નાખો. ખીર ઘટ્ટ થવા લાગે અને સાબુદાણા એકદમ પારદર્શક થઇ જાય એટલે આંચ પરથી નીચે ઉતારી લો. કેસર ને થોડા પાણી માં ઘોળો . હવે ખીર માં સમારેલો મેવો , એલચી નો પાવડર અને કેસર ભેળવો . આના પર તમે ઈચ્છો તો આજુ ના ટુકડા અને પીસ્તા ના ટુકડા ભભરાવી શકો.

http://sambhaavnews.com/

You might also like