જેસિકા લાલ હત્યાનો મામલો, 19 વર્ષ બાદ બહેનના હત્યારાને કર્યો માફ

બહુચર્ચિત મૉડલ જેસિકા લાલની હત્યા કેસમાં 19 વર્ષ બાદ તેની બહેન સબરીના લાલે આરોપીને માફ કરી દીધો છે. સબરીના લાલે કહ્યું કે મનુ શર્મા ઉર્ફ સિદ્ધાર્થ વશિષ્ઠને માફ કરી દીધો છે. સબરીના લાલે તિહાર જેલને પત્ર લખ્યો છે. જેમાં મનુ શર્માને જેલથી મુકત કરવા પર સામે તેને કોઈ આપત્તિ ન હોવાનું જણાવ્યું છે.

જેસિકાની બહેને લખ્યું છે કે મનુ ચૈરિટી અને કેદીઓ માટે સારું કામ કરી રહ્યો છે. જેથી તેને લાગે છે કે આ બદલાવની તસ્વીર છે. તેને કહ્યું કે હું આ બધું ભુલીને આગળ વધવા માગું છું..હું મારી જિંદગી પર કામ કરવા માગું છું..કોઈના પર ગુસ્સો કે દુખ રાખવા નથી માગતી. મને નથી લાગતું કે હવે કંઈ કરવાની જરૂર છે.

મહત્વનું છે કે મનુ શર્મા 15 વર્ષથી જેલમાં છે. મનુ શર્માએ 29 એપ્રિલ 1999ની રાત્રે દિલ્લીમાં એક રેસ્ટોરન્ટમાં જેસિકાની હત્યા કરી દીધી હતી..જેસિકાએ દારૂ આપવાની ના પાડતાં મનુ શર્માએ તેને ગોળી મારી દીધી હતી. ત્યાર બાદ 2006માં દિલ્લી હાઈકોર્ટે મનુ શર્માને આજીવન કેદની સજા સંભળાવી હતી.

You might also like