બાંગ્લાદેશ ટીમના શબ્બીરે અમ્પાયરની મંજૂરી લઈને પોતાના એક ચાહકને બેટથી ફટકાર્યો

ઢાકાઃ બાંગ્લાદેશના બેટ્સમેન શબ્બીર રહેમાન પર ફર્સ્ટ ક્લાસ મેચ દરમિયાન ચાહકને માર મારવાનો આરોપ લાગ્યો છે. આ અંગે તેને આકરી સજા થઈ છે. આ ઘટના ગત સપ્તાહે રાજશાહી ડિવિઝનલ નેશનલ ક્રિકેટ લીગની મેચ દરમિયાન બની હતી.

અહેવાલો અનુસાર ઇનિંગ્સમાં બ્રેક દરમિયાન એક છોકરાએ શબ્બીર તરફ જોઈને શોર મચાવ્યો. શબ્બીરે મેચની વચ્ચે જ બહાર જવા માટે અમ્પાયર પાસે મંજૂરી માગી. અમ્પાયરે તેને મંજૂરી પણ આપી દીધી. ત્યાર બાદ શબ્બીર એ છોકરાને મારવા માટે સાઇટ સ્ક્રીનની પાછળ લઈ ગયો. એવું માનવામાં આવી રહ્યું છે કે છોકરો શબ્બીરને જાણતી એક વ્યક્તિ સાથે આવ્યો હતો.

આ ઘટના સૌ પ્રથમ રિઝર્વ અમ્પાયરે જોઈ, જેમણે આ અંગેની ફરિયાદ મેચ રેફરીને કરી દીધી. રેફરીએ ત્યાર બાદ બાંગ્લાદેશ ક્રિકેટ સમિતિના અધ્યક્ષ અકરમ ખાનને આની ફરિયાદ કરી હતી.શબ્બીર પર લેવલ-૪ના ઉલ્લંઘન અંગેની કાર્યવાહી થશે.

You might also like