આત્મહત્યા કરતાં બચાવનાર ચોકીદારે જ આત્મહત્યા કરી??

અમદાવાદ: સાબરમતી નદીમાં આત્મહત્યા કરનાર લોકોને બચાવનાર રિવરફ્રન્ટના ચોકીદારે જ સાબરમતી નદીમાં કૂદી આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના સામે આવી છે. જોકે હાલ ફાયર બ્રિગેડની ટીમે લાશને બહાર કાઢી પોલીસને સોંપી છે.

ચોકીદારે આત્મહત્યા કરી છે કે પછી અકસ્માતે પડી જતાં મોત થયું છે. તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. સાબરમતી રિવરફ્રન્ટ પર ચોકીદાર તરીકે ફરજ બજાવતા ભગતસિંગ થાપા (ઉ.વ.૬૫થી ૭૦)ની લાશ આજે સવારે સાબરમતી નદીમાંથી મળી હતી. ફાયર બ્રિગેડની રેસ્કયુ ટીમે લાશને બહાર કાઢી અન્ય ચોકીદારને બતાવતાં ચોકીદાર હોવાનું જાણવા મળ્યું હતું.

ફાયર બ્રિગેડ રેસ્કયુ ટીમના ભરત મંગેલાએ જણાવ્યું હતું કે ભગતસિંગ થાપાએ એક મહિલા અને અન્ય પુરુષને પણ  અગાઉ આત્મહત્યા કરતાં બચાવ્યાં હતાં.

ફાયર બ્રિગેડની ટીમને સાબરમતી નદીમાં એલિસબ્રિજ તરફથી પણ નરેશભાઈ હરગોવિંદાસ ચાવડા નામના વ્યક્તિની લાશ મળી આવતાં તેને બહાર કાઢી પોલીસને સોંપી હતી. હાલમાં સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે ચોકીદાર ભરતસિંગ આત્મહત્યા કરી છે કે અકસ્માતે તે પડી જતાં મોત થયું છે. તે અંગે તપાસ શરૂ કરી છે.

You might also like