સાબરમતીમાં અાવેલા રામનગરમાં સગા ભાઈઅે બહેનના દાગીના ચોરી લીધા!

અમદાવાદ: સાબરમતીમાં અાવેલા રામનગરમાં રહેતા ભાઈઅે પોતાની સગી બહેનના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હોવાનું બહાર અાવ્યું છે. સાબરમતી પોલીસે અા અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

શાહપુર દરવાજાની બહાર અાવેલી પીપળાની શેરીમાં રહેતાં ઊર્મિલાબહેન સારાભાઈ શાહ ચાર વર્ષથી તેમના પરિવાર સાથે રહે છે. અા અગાઉ તેઅો સાબરમતીના રામનગર ખાતે અાવેલા કાપ‌િડયા મેન્શનમાં ભાડે રહેતાં હતાં. ઊર્મિલાબહેનનાં માતા પાર્વતીબહેન મોદી તેમના પુત્ર ચંદ્રકાન્તભાઈ ઉર્ફે લાલો અને જગદીશ ઉર્ફે જગા સાથે રહે છે, જેમાં જગદીશ હાલમાં કોઈ કામધંધો કરતો નથી.

ઊર્મિલાબહેન પહેલાંથી ભાડે રહેતાં હોવાથી તેમના સોના-ચાંદીના દાગીના અલગ અલગ બોક્સમાં પેક કરી તેમની માતાના ઘરે અનાજ ભરવાના પીપમાં જ મૂકી રાખ્યા હતા અને અા પીપડાના તાળાની ચાવી તેમની પાસે રાખતાં હતાં. વાર-તહેવારે દાગીના લઈ તેઅો પરત પીપમાં મૂકી દેતાં હતાં, જેની જાણ તેમનાં માતા અને ભાઈને રહેતી હતી.

બુધવારે જ્યારે ઊર્મિલાબહેન તેમની માતાના ઘરે અનાજના પીપમાં દાગીના લેવા ગયાં ત્યારે પીપમાંથી દાગીના ગાયબ હતા. તેમની માતાને અા અંગે પૂછી તપાસ કરતાં દાગીના તેમના નાના ભાઈ જગદીશ ઉર્ફે જગાઅે ચોરી કર્યાં હોવાનું જાણવા મળ્યું હતું. પીપના પાછળના ભાગમાં ઢાંકણા સાથેનો નકૂચો તોડીને જગદીશે ચોરી કરી હોવાની શંકાના અાધારે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

You might also like