સાબરમતી જેલની ૨૫ ફૂટ ઊંચી દીવાલ કૂદી કેદી ફરાર

અમદાવાદ: અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી કાચા કામનો કેદી દીવાલ કૂદીને ફરાર થઇ જતાં વધુ એક વખત સેન્ટ્રલ જેલની સુરક્ષાને લઇને સવાલો ઊભા થયા છે અને જેલ તંત્ર સહિત પોલીસ દોડતી થઈ ગઈ છે. ગત મહિને સરદારનગરમાં થયેલી હત્યાના કેસમાં ઝડપાયલો પ્રવીણ ઉર્ફે ભોલો ધવલ કાચા કામના કેદી તરીકે સેન્ટ્રલ જેલમાં હતો. ગઇ કાલે ધોળા દિવસે પ્રવીણ જેલની દીવાલ કૂદીને ફરાર થઇ જતાં જેલ સુરક્ષાકર્મીઓ ઊંઘતા ઝડપાયા છે. રાણીપ પોલીસે ફરિયાદ દાખલ કરી છે ત્યારે આરોપીને શોધવા માટે ક્રાઇમ બ્રાંચે તપાસ શરૂ કરી છે.

હાઇ‌િસક્યો‌િરટી ધરાવતી સાબરમતી સેન્ટ્રલ જેલની સુરક્ષામાં વધુ એક વખત છીંડાં જોવા મળ્યાં છે. ગત મહિને સરદારનગર વિસ્તારમાં થયેલ હત્યા કેસમાં ઝડપાયેલો પ્રવીણ ઉર્ફે ભોલો ધવલ ગઇ કાલે સેન્ટ્રલ જેલની હાઇ‌િસક્યો‌િરટી તથા સુરક્ષાકર્મીઓને ચકમો આપીને 25 ફુટ ઊંચી દીવાલ કૂદીને ફરાર થઇ ગયો છે. પ્રવીણે કઇ રીતે દીવાલ કૂદી તે મુદ્દે જેલ તંત્ર પણ અચંબામાં મુકાઇ ગયું છે. જેલના સુપરિન્ટેન્ડેન્ટ સુનીલ જોષીએ જણાવ્યું છે કે પ્રવીણ જે દીવાલ કૂદીને ફરાર થઇ ગયો છે તે દીવાલ ઉપર હાઇ વોલ્ટેજ કરંટ ધરાવતું ફે‌િન્સંગ હતું ત્યારે તેણે આટલી ઊંચી દીવાલ પરથી કઇ રીતે કૂદકો માર્યો તે તપાસનો વિષય છે.

છેલ્લા બે દાયકાથી સાબરમતી સેન્ટ્રલ જેલની હાઇ‌િસક્યો‌િરટી પર સવાલ ઊભા થયા છે. ગેંગસ્ટર વહાબ ખાને જેલની દીવાલ તોડીને ફરાર થવાની કોશિશ કરી હતી. આ સિવાય વર્ષ ૨૦૦૫માં ગોવા રબારી અને તેના સાગરીતોએ ચેતન બેટરીની જેલમાં જ ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી ત્યારે પણ જેલની સુરક્ષા પર સવાલ ઊભા થયા હતા. વર્ષ 2013ના ફેબ્રુઆરી મહિનામાં બોમ્બ બ્લાસ્ટના આતંકીઓએ જેલમાં છોટા ચક્કર બેરેક પાસે 200 ફૂટ લાંબી સુંરગ બનાવીને ભાગવાનું કાવતરું ઘડ્યું હતું, જેમાં જેલ સત્તાધીશોની બેદરકારી સામે આવી હતી. આ કેસમાં ક્રાઇમ બ્રાંચે જેલના સુપરિન્ટેન્ડેન્ટ સહિત અન્ય જેલરો વિરુદ્ધ પણ બેદરકારીનો ગુનો દાખલ કર્યો હતો. ગત વર્ષે બીજલ જોષી રેપ કેસમાં સજા કાપતા સુજલ જૈન પાસેથી ડોંગલ પણ મળી આવ્યું હતું ત્યારે સેન્ટ્રલ જેલમાંથી અવારનવાર મોબાઇલ ફોન પણ મળી આવ્યા છે. બે દિવસ પહેલાં સોલા પીએસઆઇની ગુમ થયેલી રિવોલ્વર સાબરમતી સેન્ટ્રલ જેલ
પાસેના કમ્પાઉન્ડમાંથી મળી આવી હતી.

વર્ષ ૨૦૦૮માં થયેલા અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં ૪૦ કરતાં વધુ આતંકીઓ તથા રાધિકા જિમખાના હત્યા કેસ અને અન્ય ચકચારી હત્યા કેસના ખૂંખાર આરોપીઓ સાબરમતી સેન્ટ્રલ જેલમાં કાચા અને પાકા કામના કેદીઓ તરીકે સજા કાપી રહ્યા છે. આ સિવાય સેન્ટ્રલ જેલમાં અવારનવાર કેદીઓ તથા જેલના સુરક્ષાકર્મીઓ વચ્ચે મારામારીના કિસ્સાઓ પણ બન્યા છે.
અા ચકચારી બનાવની ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે જેલ સુરંગકાંડમાં સેન્ટ્રલ જેલના સુપરિન્ટેન્ડેન્ટ સહિત જેલરની સંડોવણી સામે આવી હતી ત્યારે પ્રવીણના ફરાર થવાના કિસ્સામાં પણ જેલના કર્મચારીઓની સંડોવણી છે કે કેમ તેની તપાસ ક્રાઈમ બ્રાંચ કરશે.

You might also like