VIDEO: સાબરકાંઠામાં ઝડપાયું ગેરકાયદેસર સરકારી અનાજ, 219 કટ્ટા કબ્જે

સાબરકાંઠાઃ જિલ્લામાં ગેરકાયદેસર સરકારી અનાજ ઝડપાયું હોવાંની એક ઘટના સામે આવી છે. પોશિનાથી ઈડર APMCમાં વેચાણ માટે અનાજ આવતું હતું. કોટડાથી ઇડર તરફ જતાં અનાજ ભરેલાં બે ટેમ્પાઓ ઇડર પ્રાંત અધિકારીએ ઝડપ્યાં હતાં.

ઇડર પ્રાંત અધિકારીએ આ કડક કાર્યવાહી કરી હતી. 219 કટ્ટા અનાજ ભરેલી ગાડીને કબ્જે કરવામાં આવી હતી. ટેમ્પોની તપાસ કરતા હરિયાણા, પંજાબ જતાં ગુજરાત ગવર્મેન્ટનાં સિકકા મારેલાં કટ્ટા જોવાં મળ્યાં હતાં. બંને ટેમ્પાને ઇડરનાં પુરવઠા ગોડાઉન ઉપર લાવી 219 કટ્ટા સીઝ કરવામાં આવ્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે જીલ્લામાં સસ્તા અનાજની દુકાનોમાંથી મસમોટા જથ્થાનો પુરવઠા અધિકારીઓની સાઠગાંઠથી દ્વારા ગરીબો મોઢાનો કોળીયો કાળા બજારીયાંઓ ખાઇ જતાં હોવાનાં કિસ્સા વારંવાર બની રહ્યાં છે. સાબરકાંઠાનાં આદિવાસી વિસ્તાર મોટા ભાગનાં વિસ્તારમાં સસ્તા અનાજનું રેશન પુરતાં પ્રમાણમાં મળતા નથી. આ મામલે અનેક સવાલો ઉઠી રહ્યાં છે.

You might also like