સાલા ખડૂસ ફિલ્મ રિવ્યુ

સુધા કોંગરા િદગ્દર્શિત અને રાજકુમાર હિરાની નિર્મિત ફિલ્મ ‘સાલા ખડૂસ’ એક બોક્સરની લાઈફ સાથે જોડાયેલી છે. ગયા વર્ષે બોક્સિંગ ચેમ્પિયન પર ‘મેરી કોમ’ ફિલ્મ બનાવાઈ હતી, ત્યાર બાદ એ જ શ્રેણીમાં અક્ષયકુમારની ‘બ્રધર્સ’ ફિલ્મ પણ અાવી. હવે જોવાનું એ છે કે અાર. માધવનની અા ફિલ્મ બોક્સિંગ અાધારિત ફિલ્મોની સરખામણીમાં શું કમાલ કરી શકે છે. અા ફિલ્મમાં માધવન અભિનેતાની સાથે કો-પ્રોડ્યૂસર પણ છે. ફિલ્મમાં તે બોક્સિંગ કોચના રોલમાં જોવા મળશે. જે રીતે શાહરુખ ખાન ‘ચક દે ઈન્ડિયા’માં જોવા મળ્યો હતો.

અદિ તોમર (અાર. માધવન) બોક્સર છે. તે બોક્સિંગમાં ગોલ્ડ મેડલ જીતવા ઈચ્છે છે, પરંતુ તેનું અા સપનું તેનો જ કોચ તોડી નાખે છે. કેટલાક એવા સંજોગો ઊભા થાય છે કે અદિએ બોક્સિંગ છોડી દેવું પડે છે. અા વાતને દસ વર્ષ વીતી જાય છે. દસ વર્ષમાં અદિ પોતાની લાઈફને વેરવિખેર કરી નાખે છે. તે દારૂના નશામાં ડૂબી જાય છે અને ડિપ્રેશનમાં ચાલ્યો જાય છે. અદિનો એક મિત્ર તેને ફરી રમતની દુનિયામાં લાવે છે. તે એક સામાન્ય ફિશર વુમન માધી (રિતિકા સિંહ)ને બોક્સર બનાવે છે. અદિ હવે માધીને ગોલ્ડ મેડલ જીતાડવા ઈચ્છે છે. માધીમાં ચેમ્પિયન બનવાની કેપેસિટી છે, પરંતુ તેની પાસે કોઈ દિશા નથી. અદિ માધીને તૈયાર કરે છે. હવે બંનેની ચેમ્પિયન‌િશપ તરફની જર્ની શરૂ થાય છે. માધીનું કેરેક્ટર કરતી રિતિકા રિયલ બોક્સર છે. અાર. માધવને પણ અા ફિલ્મ માટે બોક્સિંગનો ચાર મહિનાનો કોર્સ કર્યો છે. •

You might also like