દક્ષિણ કોરિયાનો દાવો : ઉત્તર કોરિયાએ ફરી મિસાઇલ પરિક્ષણ કર્યુ

સોલ : એક તરફ જ્યારે સ્થાનિક નેતા પ્યોંગયાંગનાં પરમાણુ હથિયાર કાર્યક્રમનાં ખતરા અંગે ચર્ચા કરવા માટે વોશિંગ્ટનમાં ભેગા થયા છે. ત્યારે બીજી તરફ દક્ષિણ કોરિયાનાં અધિકારીઓએ કહ્યું કે ઉતર કોરિયાએ આજે પોતાનાં પૂર્વી કિનારા નજીકથી વધારે એક ટુંકા અંતરની મિસાઇલ પ્રક્ષેપિત કરી હતી. બીજી તરફ ઉતર કોરિયાએ ઓનલાઇન માહિતી અને પ્રસાર અંગે પોતાની ચિંતા વ્યક્ત કરતા ફેસબુક, યુટ્યૂબ, ટ્વિટર અને દક્ષિણ કોરિયન વેબસાઇટો પર પ્રતિબંધ લાદવાની અધિકારીક જાહેરાક કરી છે.

આ ઉત્તર કોરિયા તરફતી તબક્કાવાર લોન્ચ કરાયેલી મિસાઇલો પૈકીની આ એક છે. ઉત્તર કોરિયાની તરફથી છ જાન્યુઆરીનાં રોજ ચોથુ પરમાણુ પરિક્ષણ કરાયા બાદ દ્વિપમાં સૈન્યતણાવ વધી ગયો છે. આ પ્રક્ષેપણની ભાળ તેવા સમયે મળી હતી જ્યારે દક્ષિણ કોરિયાનાં તટરક્ષકો દ્વારા આ સમાચાર આપવામાં આવ્યા હતા. તટરક્ષકે જણાવ્યું કે ઉત્તર કોરિયન રેડિયો તરંગો જામ થઇજવાનાં કારણે પેદા થયેલ જીપીએસ દિશાસૂચન સમસ્યાઓનાં કારણે માછલી પકડવા માટે ગયેલી 70થી વધારે નૌકાઓને પરાણે પાછી બંદર પર મોકલી દેવામાં આવી હતી.

દક્ષિણ કોરિયાનાં સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે મિસાઇલ બપોરે 12 વાગીને 45 મિનિટે પુર્વી શહેર સોંડોકથી લોન્ચ કરવામાં આવી હતી. મંત્રાલયે જણઆવ્યું કે મિસાઇલનાં લક્ષિત બિદુ અને માર્ગની પૃષ્ટિ હાલ થઇ શકી નથી. દક્ષિણ કોરિયાની સમાચાર એજન્સી યોનહાપે કહ્યું કે આ મિસાલઇ પુર્વી સાગર (જાપાન સાગર)માં 100 કિલોમીટર સુધી ગઇ હતી.

You might also like