એસ.જી. હાઈવે પર NCP કાર્યાલયના ઉદ્ઘાટનમાં અનેક કાર્યકરોનાં ખિસ્સાં કપાયાં

અમદાવાદ: શહેરના સરખેજ-ગાંધીનગર હાઇવે પર ગુજરાત હાઇકોર્ટ સામે ગઇ કાલે નેશનલ કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ કાર્યાલયના ઉદ્દઘાટન કાર્યક્રમમાં અનેક કાર્યકરોનાં ખિસ્સાં કપાયાં હોવાનું બહાર આવ્યું છે. પોલીસે એક ખિસ્સાકાતરુને રોકડા રૂ.ર૬૭પ૦ અને ફોન મળી રૂ.૩૦૭પ૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. દારૂ પીધેલી હાલતમાં આવેલા શખ્સની સાથે અન્ય કોઇ સામેલ છે કે કેમ તેની તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ ગઇ કાલે ગુજરાત હાઇકોર્ટની સામે આવેલા શપથ હેકસા કોમ્પલેક્સમાં નેશનલ કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ કાર્યાયલયના ઉદ્ઘાટનનો કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં ગુજરાતમાંથી પાર્ટીના હજારો કાર્યકરો ભેગા થયા હતા.
આ કાર્યક્રમ દરમ્યાન ભીડનો લાભ લઇ એક શખસે એક વ્યક્તિનું પાકીટ ચોરી લીધું હતું. રાજકોટના ઉપલેટા તાલુકાના નવાપરા ગામના રહેવાસી જમનાદાસ પટેલનું પાકીટ શખસે ચોરતાં જ ત્યાં હાજર રહેલા લોકોએ તેને ઝડપી લીધો હતો અને પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે તેની પૂછપરછ કરતાં તેનું નામ રમેશ એસ. વાઘેલા (રહે. લક્ષ્મીનગર, સૂતરના કારખાના પાસે, નરોડા) હોવાનું જાણવા મળ્યું હતું. પોતે છૂટક ડ્રાઇવિંગનો ધંધો કરે છે. પાકીટ પડી જતાં તેણે પાકીટ લઇ લીધું હતું. સોલા પોલીસ સ્ટેશનનના હેડ કોન્સ્ટેબલ રમણભાઇ મકવાણાએ જણાવ્યું હતું કે કાર્યક્રમમાં પાંચેક લોકોના ખિસ્સાં કપાયાં અને મોબાઇલ ફોનની ચોરી થઇ હતી. આરોપીના અન્ય સાથી છે કે કેમ તેની તપાસ ચાલુ છે.

http://sambhaavnews.com/

You might also like