સાબરમતીના રૂક્ષ્મણીબહેન ભાવસાર કોમ્યુનિટી હોલને સેન્ટ્રલી એસી બનાવાશે

અમદાવાદ, ગુરુવાર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા પશ્ચિમ ઝોનના સાબરમતી વોર્ડમાં આવેલા જર્જરિત રૂક્ષ્મણીબહેન ભાવસાર કોમ્યુનિટી હોલને સેન્ટ્રલી એસી સહિતની સુવિધા પૂરી પાડીને તેના નવીનીકરણની દિશામાં ચક્રો ગતિમાન કરાયાં છે.
પશ્ચિમ ઝોનના ઇજનેર વિભાગે આ કોમ્યુનિટી હોલના નવીનીકરણ માટે રૂ.૪.૧૮ કરોડનાે અંદાજ તૈયાર કર્યો છે.

બે મહિનામાં અંદાજ આધારિત ટેન્ડર તૈયાર કરાશે. હોલને સીસીટીવી કેમેરાથી સજ્જ કરાશે. નવીનીકરણના કામમાં ગ્રાઉન્ડ ફલોર વત્તા એક માળના હોલના ધાબા પર ચાઇના મોઝેક ટાઇલ્સ બેસાડાશે. નવી ફાયર સેફટી સિસ્ટમ, ‌િજપ્સમ સી‌િલંગ, નવાં બારી-બારણાં, રંગ-રોગાન, ટાઇલ્સ, ક‌િન્સલ્ડ વાયરિંગની કામગીરીનો પણ સમાવેશ થાય છે.

આ ઉપરાંત એલિસબ્રિજ સ્મશાનગૃહની આશરે ૧પ વર્ષ જૂની બે ઇલેક્ટ્રિક ભઠ્ઠીને આગામી છ મહિનામાં સીએનજી ભઠ્ઠીમાં બદલાશે. બે વર્ષ સુધી કોમ્પ્રિહેન્સીવ ઓપરેશન અને મેન્ટેનન્સની કામગીરી માટેના અંદાજી રકમ કરતાં ૧૪.૭૭ ટકા ઓછા ભાવના રૂ.૬૦ લાખના ટેન્ડરને આજે મળનારી રોડ-‌િબલ્ડિંગ કમિટીના એજન્ડામાં મંજૂરી માટે મુકાયું છે.

You might also like