રશિયામાં ઠંડીનો કહેર, માઇનેસ 67 ડિગ્રી તાપમાન નોંધાયું

રશિયામાં હાલ ઠંડીએ બધા રેકોર્ડ તોડી નાંખ્યા છે. મંગળવારના રોજ અહીંના યકુતિયા વિસ્તારમાં ઠંડીનો પારો માઇનસ 67 ડિગ્રી સુધી પહોંચી ગયો જોવા મળ્યો હતો. તો બીજા અનેક વિસ્તારોમાં તાપમાન ઝીરોથી નીચે માઇનસ 50 ડીગ્રી સુધી પહોંચી જતા જનજીવન ખોરવાઇ ગયું જોવા મળ્યું હતું.

આમ તાપમાનનો પારો નીચે ગગડતાં લોકોને મજબૂરીથી ઘરમાં કેદ રહેવું પડ્યું હતું. 10 લાખ લોકોની વસ્તી ધરાવતો યકુતિયા વિસ્તાર રશિયાનો સૌથી ઠંડો પ્રદેશ છે. પોલીસે અહીના લોકોને ઘરોમાં રહેવાની અપીલ કરી છે. રશિયાના ઓયમ્યાકોન ગામમાં પણ તાપમાન માઇનસ 67 ડિગ્રી નોંધાયું હતું. ઉલ્લેખનીય છે કે 1993માં અહીં માઇનસ 71 ડિગ્રી સુધી તાપમાન પહોંચી ગયું હતું. જે અત્યાર સુધીનું દુનિયાનું સૌથી ઓછા તાપમાનનો રેકોર્ડ છે.

અમેરિકા, દક્ષિણ આફ્રિકા સહિત દુનિયાના બીજા દેશમાં જ્યારે ડિસેમ્બર પછી ઠંડી પડી રહી છે. ત્યારે રશિયામાં પણ ઠંડીનો કહેર જોવા મળી રહ્યો છે. અહી તાપમાન માઇનસ 67 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. ઠંડીના કારણે રશિયામાં એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે જ્યારે લોકો તેમના ઘરમાંથી બહાર નિકળે છે ત્યારે પોતાના આંખોની પલકો અને આઇબ્રો પર બરફ જામી જાય છે.

You might also like