રશિયાના વડાપ્રધાને નવા વિશ્વયુધ્ધની ચેતવણી આપી

મ્યુનિચ : રશિયાના વડા પ્રધાન દમિત્રી મેદવેદેવે ચેતવણી આપી છે કે જો સિરિયામાં આરબોનો પ્રવેશ થાય તો તે વિશ્વયુદ્ઘમાં ફેરવાય તેવી શકયતા છે. તેમણે સંઘર્ષવિરામ અંગે ગંભીરતાથી વિચારણા કરવા જણાવ્યું છે. દમિત્રીને આરબ દેશના એવા પ્રસ્તાવ અંગે પૂછવામાં આવ્યું હતું કે તેમણે આ પ્રસ્તાવ અમેરિકાના નેતૃત્વમાં આ સંઘર્ષમાં સામેલ થવા રાખ્યો હતો? તે અંગે તેમણે જણાવ્યું કે જો એમ થાય તો આ યુદ્ઘ નક્કી થશે.

દમિત્રએ વધુમાં જણાવ્યું કે અમેરિકન અને અરબી પાર્ટનર્સે આ અંગે ગંભીરતાથી વિચારવું જોઈએ. શું તેઓ સ્થાયી યુદ્ઘ ઈચ્છે છે? શું તેઓ આ પ્રકારના યુદ્ઘને ઝડપથી જીતી લેશે? તેમ પૂછતાં તેમણે જણાવ્યું કે આ બાબત અસંભવ છે. ખાસ કરીને અરબ વલ્ર્ડમાં આવું શકય નથી. અહીં દરેક કોઈની સાથે લડી રહ્યું છે. તેથી દ્યણી જટિલ બાબત છે. તે માટે દાયકા લાગી શકે તેમ છે. રશિયન વડા પ્રધાને જણાવ્યું કે આ માટે તમામ પક્ષોએ સંવાદ પર ધ્યાન આપવું જોઈએ.

જો આ બાબતે ધ્યાન આપવામાં નહીં આવે તો આપણે નવા વિશ્વ યુદ્ઘ તરફ આગળ વધી શકીએ છીએ.જોકે સિરિયા સંકટ અંગે બેઠક યોજી રહેલા વિશ્વનાં સંગઠનોએ ત્યાં ચાલતા લોહિયાળ સંઘર્ષને રોકવાનું લક્ષ્યાંક નક્કી કર્યું  છે. આવી માહિતી અમેરિકન વિદેશ પ્રધાન જોન કેરીએ રશિયન વિદેશ પ્રધાન સર્ગેઈ લાવરોવ અને સિરિયામાં સંયુકત રાષ્ટ્રના વિશેષ પ્રતિનિધિ સ્તાફન દેમિસ્તુરા સાથે આ લક્ષ્યાંકની જાહેરાત કરી છે.

જોન કેરીએ જણાવ્યું કે અમે એક સપ્તાહમાં દેશવ્યાપી સંઘર્ષ વિરામની બાબતે સંમત થયા છીએ. તેમણે જણાવ્યું કે સિરિયામાં ચાલતી હિંસાખોરીનો સામનો કરવા જરૃરી પગલાં લેવા સહમતિ દર્શાવી છે. જોન કેરીએ આ લક્ષ્યાંકને મહત્વાકાંક્ષી ગણાવતા જણાવ્યું કે તેને સિદ્ઘ કરવા દરેક કટિબદ્ઘ છે. અને આ સંઘર્ષ વિરામ સિરિયાના તમામ પક્ષો પર લાગુ પડશે.

You might also like