હિટલરની સૂટકેસમાંથી મળી એલિયનની ખોપડી! શું એલિયન સાથે હતો સંબંધ?

આજે પણ એલિયનના અસ્તિત્વ પર અનેક સવાલો ઉભા થયા છે. પરંતુ એ માહિતી તમને ચોકાવી દેશે કે એક સૂટકેસમાંથી એલિયનની ખોપડી મળી આવી છે. આ ખોપરી હિટલરની સૂટેકસમાંથી મળી આવી છે. જે સૂટકેસમાંથી હિટલરની ખોપરી મળી છે. તે સૂટકેસ પર હિટલરની સેનાનું નિશાન છે. તો શું હિટલરની સેના હતી એલિયનના સંપર્કમાં..

રશિયાના તે ગામમાં એ સમયે હાહાકાર મચી ગયો જ્યારે તે બેગમાંથી રહસ્યમય ખોપરી પ્રાપ્ત થઇ. આ ખોપરી દેખાવમાં એલિયન જેવી હતી. પરંતુ ચોકાવનારી માહિતી એ હતી કે જેમાંથી ખોપરી પ્રાપ્ત થઇ તેમાં હિટલરની સેનાનું નિશાન હતુ. જ્યારે આ ખોપરીને નિષ્ણાતોએ જોઇ તો તેઓ હેરાન થઇ ગયા. કારણકે તે એલિયનની ખોપરી જેવી હતી. એટલું જ નહીં જ્યારે આ ખોપરીને રશિયાના નિષ્ણાત વ્લાદિમીર માલીકોવે જોઇએ તો તેમણે દાવો કર્યો કે આ રહસ્યમય ખોપડીમાં કોઇ પણ પ્રકારની લો લાઇન નથી અને આ ખોપડી કોઇ પણ એલિયનની ખોપડીની જેમ જ જોવા મળી રહી છે.

આ સાથે જ એલિયનને શોધવા સાથે જોડાયેલા એક્સપર્ટ પ્રમાણે મેક્સિકોનના એક જ્વાળામુખીની નીચે એક એલિયન બેસ છુપાયેલો છે. તેમના પ્રમાણે દુનિયામાં અનેક વિસ્તારોમાં એલિયન બેસ જ્વાળામુખીની આસપાસ જ હોય છે. કારણકે આ જગ્યાઓ પર મનુષ્યની હાજરી ના બરાબર હોય છે. પરંતુ જ્યારે આ ખોપરી મળી ત્યારે સવાલ એ થાય છે કે હિટલર એલિયનના સંપર્કમાં હતો? કે પછી હિટલર એલિયન વિશેની કેટલીક વાતો છુપાવી રહ્યો હતો. હાલ આ ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

home

You might also like