રિયોઃ રશિયાની વેઇટલિફ્ટિંગ ટીમ પર પ્રતિબંધ ફરમાવાયો

મોસ્કોઃ ડોપિંગને કારણે રશિયાની વેઇટલિફ્ટિંગ ટીમને રિયો ઓલિમ્પિકમાં ભાગ લેવા પર પ્રતિબંધિત કરી દેવામાં આવી છે. વેઇટલિફ્ટિંગ સંઘે કહ્યું કે વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી (વાડા)ની તપાસમાં રશિયાના દસ સંભવિત ખેલાડીઓનાં નામ સામે આવ્યાં છે. રિપોર્ટથી જાણવા મળ્યું છે કે રશિયામાં સરકારની મદદથી ડોપિંગ થઈ રહ્યું છે.

રશિયન વેઇટલિફ્ટરો પર પ્રતિબંધ પહેલાં રશિયાના ૧૧૧ ખેલાડીઓને અગાઉથી જ ઓલિમ્પિકમાં ભાગ લેવા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. કેટલાક અન્ય ખેલાડીઓને પણ આવનારા દિવસોમાં પ્રતિબંધ કરી દેવાય તેવી શક્યતા છે. જ્યારે રશિયાના રમતગમત પ્રધાનનું કહેવું છે કે રિયો માટે પસંદ થયેલા કુલ ૩૮૭ ખેલાડીઓમાં ૨૭૨ને ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી ચૂકી છે. જોકે રશિયાના કેટલા ખેલાડી ઓલિમ્પિકમાં ભાગ લેશે એનો આંકડો કદાચ આજે જાહેર થઈ શકે છે.

You might also like