પુતિને નરેન્દ્ર મોદીને આપ્યો ફટકો, પાકિસ્તાન સાથે કર્યો સહયોગ વધારવાનો વાયદો

નવી દિલ્હી: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીનએ બારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કરારા ઝટકો આપ્યો છે. પુતિને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીને વાયદો કર્યો છે કે રશિયા આતંકવાદના ખત્મા પર તેની સાથે છે. પુતિનનું આ નિવેદન ભારત માટે મોટો જટકો માનવામાં આવી રહ્યો છે. કારણ કે એકબાજુ ભારત આતંકવાદના મુદ્દા પર રશિયાને પાકિસ્તાનને ડૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. તો બીજી તરફ ભારતનો પ્રયત્ન રશિયા અને પાકિસ્તાની સૈનિકોના અભ્યાસને ટાળવાની હતી.

આ મહિનાની 15 ઓક્ટોબરે ગોવામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયા રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે ઘણા મહત્વના મુદ્દા પર કરાર થયા હતાં. રશિયાએ ભારતને આતંકવાદના મુદ્દા પર સમર્થનનો ભરોસો આપ્યો હતો. પરંતુ હવે પાકિસ્તાનના ક્વેટામાં પોલિસ ટ્રેનિંગ સેન્ટર પર થયેલા આતંકી હુમલા બાદ પોતાના શોક સંદેશમાં પુતિને કહ્યું કે રશિયા આતંકવાદના ખત્માની દિશામાં પાકિસ્તાનને મદદ કરવામાં કોઇ કમી આવવા દેશે નહીં.

તમને જણાવી દઇએ કે 18 સપ્ટેમ્બરે કાશ્મીરના ઉરી સેક્ટરમાં ભારતીય સૈનિકોના કેમ્પ પર થયેલા હુમાલા બાદ રશિયા સેના દ્વારા પાકિસ્તાની સૈનિકોની સાથે કેટલીક લશ્કરી કવાયતો થયા હોવાના સમાચાર મળ્યા હતાં, જો કે ત્યારે રશિયાએ આવા પ્રકારના સૈન્ય અભ્યાસની સ્પષ્ટપણે ના પાડી દીધી હતી.

You might also like