રશિયામાં આર્મી ગેમઃ પહેલા રાઉન્ડમાં જ ચીનની ટેન્ક પરાસ્ત

મોસ્કો: રશિયામાં આજકાલ એક જબરદસ્ત મુકાબલો ચાલી રહ્યો છે. આ મુકાબલો મોટા દેશોની લશ્કરની ટેન્ક વચ્ચે ચાલે છે. રશિયામાં ચાલી રહેલ આ ઈન્ટરનેશનલ આર્મી ગેમમાં ભારતીય સેનાએ પણ ભાગ લીધો છે. ઈન્ડિયન આર્મી હવે આ સ્પર્ધાના બીજા રાઉન્ડમાં પહોંચી ગયું છે. પ્રથમ રાઉન્ડમાં રશિયાએ બાજી મારી હતી. જ્યારે ચોથા ક્રમે રહ્યું છે.

આ સ્પર્ધા દરમિયાન ચીનની ટેન્ક સાથે જે કંઈ થયું તે આશ્ચર્યજનક લાગ્યું. ગેમ દરમિયાન ચીનની ટેન્ક ધ્વંસ થઈ ગઈ. ટેન્કના કેટલાય ભાગ જુદી જુદી દિશામાં છૂટા થઈ ગયા. એટલે સુધી કે તેના પૈડાં પણ છૂટાં થઈ ગયાં હતાં. બીજા રાઉન્ડમાં આગામી ત્રણ દિવસ સુધી મુકાબલો થશે. જેમાં ટેન્ક ઉપરાંત શસ્ત્ર ચલાવવાની પણ ગેમ હશે. ભારતીય સેનાનો મુકાબલો ૧૦ ઓગસ્ટે છે.

બીજા રાઉન્ડમાં ૪૮ કિ.મી.ની રિલે રેસ યોજાશે, જેમાં એક જ ટેન્ક હશે અને તેના કરતબ જોવા મળશે. બીજા રાઉન્ડમાં ટોચ પર રહેનારી ટોપ ચાર ટીમ આગલા રાઉન્ડમાં જશે. ફાઈનલ રેસ ૧૨ ઓગસ્ટે યોજાશે. આ વર્ષે આ સ્પર્ધામાં કુલ ૧૯ દેશે ભાગ લીધો હતો. જેમાં ભારત, રશિયા, ચીન, કઝાકિસ્તાન જેવા દેશનો સમાવેશ થાય છે.

You might also like