રશિયન બનાવટની 464 T-90 નવી ટેન્ક ભારતીય સેનામાં સામેલ થશે

(એજન્સી)નવી દિલ્હી: ભારતના દેશ પાડોશી દેશ પાકિસ્તાન સાથે અત્યારે વધી રહેલી તંગદિલીના મુદ્દે સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે મોદી સરકારે રશિયન બનાવટની ૪૬૪ ટી-૯૦ ટેન્કની ખરીદીને મંજૂરી આપી દીધી છે. ૧૩,૫૦૦ કરોડનું આ સંરક્ષણ સોદાને સંરક્ષણ મંત્રાલયે મંજૂરી આપી દીધી છે.

ભારતીય સેનામાં સામેલ થઈ રહેલી આ સ્પેશિયલ ટેન્ક ટી-૯૦ ભૂસેનાની તાકાત બનશે. ટૂંક સમયમાં રશિયન ટેન્ક ભારતને સોંપી દેવામાં આવશે. આ નવા સોદામાં ખરીદવામાં આવેલી ટેન્ક ભારત-પાકિસ્તાન બોર્ડર પર તહેનાત કરશે. સૂત્રોનાં જણાવ્યા મુજબ ભારત રશિયા પાસેથી ૪૬૪ ટેન્ક ખરીદી રહ્યું છે. આ સુરક્ષા કરાર ઉપર ખૂબ જ ટૂંક સમયમાં બંને દેશના હસ્તાક્ષર થઈ જશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ૧૪મી ફેબ્રુઆરીએ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ ઉપર જૈશ-એ-મોહમ્મદ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો તણાવભર્યા છે અને નવા સોદાના કારણે ભારતીય સેના પાસે રહેલી તોપની સંખ્યા વધીને ૨૦૦૦ જેટલી થઈ જશે. ભારત પાસે હાલમાં ટી-૭૨ અને ટી-૫૫ ટેન્ક છે.

ભારતીય સેના અર્જુન માર્ક-૧ની બે રેજિમેન્ટ હંમેશાં બોર્ડર પર તહેનાત રાખે છે. આ ટેન્ક રહેઠાણ પ્રદેશમાં વધુ સારું પર્ફોર્મન્સ બતાવે છે. સંરક્ષણ વિભાગ ભારતીય સેના માટે યુદ્ધના ઉપયોગમાં લઈ શકાય તેવી નવી ટેન્કનું ઉત્પાદન કરવાનું વિચારણ પણ કરી રહી છે.

ભારતની બખ્તરબંધ રેજિમેન્ટમાં મોટા ભાગે ટી-૯૦, ટી-૭૨ અર્જુન ટેન્ક સામેલ છે. ભારતની જેમ પાકિસ્તાન પણ પોતાનાં સુરક્ષા તંત્રને મજબૂત કરવાની તૈયારી કરી રહ્યું છે. ભારતની ૬૭ બખ્તરબંધ રેજિમેન્ટની તુલનાએ પાકિસ્તાન પાસે આ પ્રકારની રેજિમેન્ટની સંખ્યા અંદાજે ૫૧ જેટલી છે.

You might also like