ફાઇટર જેટ તોડી પાડવું તે તુર્કીનું સમજી વિચારીને ઘડાયેલુ ષડયંત્ર : વિદેશ મંત્રી

મોસ્કો : તુર્કી અને રશિયાની વચ્ચે લડાકૂ વિમાન તોડી પાડવાનાં મુદ્દે તણાવ વધી રહ્યો છે. રશિયન રાષ્ટ્રપતિનાં તીખા વલણ બાદ હવે વિદેશી મંત્રીએ પણ આને કાવત્રુ ગણાવ્યું છે. વિદેશ મંત્રીના અનુસાર આ યુદ્ધ કરવા માટે મજબુર કરવાનું એક ષડયંત્ર છે. તેઓએ કહ્યું કે આ ન તો કોઇ દુર્ઘટનાં છે કે ન તો કોઇ ભુલ આ સમજી વિચારીને કરાયેલી કાર્યવાહી છે, જે આજ પહેલા ક્યારે નથી થઇ. તો રશિયન વડાપ્રધાને દિમિત્રી મેદવેદેવે તુર્કીને આર્થિક નુકસાનનાં નાણા ચુકવવા માટે જણાવ્યું છે. રશિયાનાં વિદેશમંત્રી સગ્રેઇ લવરોફે બુધવારે કહ્યું કે રશિયન પ્લેન તોડી પાડવામાં આવ્યા બાદ હવે તુર્કી સાથેના સંબંધોની સમીક્ષા કરવામાં આવશે. જો કે તેમણે સ્પષ્ટ નહોતુ જણાવ્યું કે રશિયા હવે કયુ પગલુ ઉઠાવશે.
લવરોફે કહ્યું કે અમારે તુર્કી સાથે યુદ્ધ કરવાનો કોઇ ઇરાદો નથી. તુર્કીનાં લોકો પ્રત્યે અમારા વલણમાં કોઇ ફેરફાર નથી થયો. અમે માત્ર તુક્રીનાં નેતૃત્વ પર સવાલ ઉઠાવી રહ્યા છીએ. તેમણે આ સાથે જ રશિયન નાગરિકોને તુર્કી નહી જવા માટેની પણ અપીલ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ વડાપ્રધાન દિમિત્રી મેદવેદેવ પણ આ ઘટનાની નિંદા કરી ચુક્યા છે. તેઓએ તુર્કીને આર્થિક નુકસાન ભરપાઇ કરવા માટે પણ જણાવ્યું હતું.
સમાચાર એજન્સી તાસના અનુસાર મેદવેદેવે કહ્યું કે આ નુકસાનની ચુકવણી ખુબ જ મુશ્કેલ છે. આની સીધી અસર ઘણા સંયુક્ત સાહસોને અટકાવવાથી માંડી રશિયન બજારમાં તુર્કી કંપનીઓના પ્રતિબંધ જેવી આવી શકે છે. રશિયાનાં સંરક્ષણ મંત્રાલય દ્વારા રશિયન પ્લેન તોડી પાડવાની ઘટનાને કાવત્રુ ગણાવ્યું હતું.

You might also like