રશિયાની કંપનીએ 73 હજાર કરોડમાં ખરીદી એસ્સાર કંપની

પણજી : દુનિયાની સૌથી મોટી પેટ્રોલિયમ કંપની રોસનેફ્ટ ઓઇલનાં નેતૃત્વમાં રશિયન કંપનીઓનાં કંસોર્ટિયમ ખાનગી ક્ષેત્રની બીજી સૌથી મોટી ભારતીય તે કંપની એસ્સાર ઓઇલનાં 98 ટકા શેરને 10.9 અબજ ડોલર (72,800 કરોડ રૂપિયા)માં ખરીદવા માટે સંમત થઇ ગઇ છે.જે અત્યાર સુધીનું દેશનું સૌથી મોટુ વિદેશી રોકાણ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની હાજરીમાં ભારત – રશિયા શિખર બેઠક બાદ બંન્ને દેશોની કંપનીઓ વચ્ચે સંમતી પત્રો પર હસ્તાક્ષર કરવા દરમિયાન જ આ સોદો કરવામાં આવ્યો. આ સાથે જ કંસોર્ટિયમ વાડિનાર ખાતેની એસ્સારના બંદરને 13,300 કરોડ રૂપિયા (બે અબજ ડોલર)માં ખરીદવા અંગે સંમત થયા છે. રશિયાની કંપનીઓના સંકોર્ટિયમમાં રોસનેફ્ટની સાથે જ કોમોડિટી ક્ષેત્રની કંપની ટ્રાફિગુરા અને ખાનગી રોકાણ કંપની યૂનાઇટેડ કેપિટલ પાર્ટનર્સનો સમાવેશ થાય છે. આ કરાર અનુસાર આ વર્ષના અંત સુધીમાંસોદાને પુરો કરવામાં આવશે.

જે અલગ અલગ નિયામકોની મંજુરી બાદ નિર્ભર કરશે. એસ્સાર ઓઇલની વાડિનાર ખાતેની રિફાઇનરી દેશમાં રિફાઇનરી ઉત્પાદનમાં નવ ટકા ભાગીદરી રાખે છે. આખા દેશમાં કંપનીના 2700 રિટેઇલ આઉટલેટ પણ છે. બીજી તરફ વિશ્લેષકોએ કહ્યું કે દેશ વિદેશમાં કોલસા અનેવિજળીક્ષેત્રની મોટી કંપની એસ્સાર કંપની હાલ દેવામાં દટાયેલી છે. બેંકો પણ તેની પર લોન ચુકવવા માટે સતત પ્રયાસો કરી રહી છે.

You might also like