તુર્કીઃ આર્ટ ગેલરીમાં ભાષણ દરમ્યાન રશિયાના રાજદૂતની હત્યા

તુર્કીઃ તુર્કીની રાજધાની અંકારમાં રશિયાના રાજદૂત એડ્રે કાર્લોફની સોમવારે ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. અંકારમાં એક આર્ટ ગેલરીમાં એક પ્રદર્શનમાં ભાષણ આપવા માટે ઉભા થયેલા એડ્રે કાર્લોફ પર 22 વર્ષના મેવતુલ મેત ઇડિન્ટાસે ગોળી ચલાવી. મેવલુત મેર્ત ઇડિન્ટાસ અંકારામાં તોફાનવિરોધી પોલિસનો સભ્ય રહી ચૂક્યો હતો.

મળતી માહિતી મુજબ તે બંદૂકધારી નારા લગાવી રહ્યો હતો. ‘એલેપ્પોને ના ભૂલો, સીરિયાને ના ભૂલો.’ સ્થાનીક મીડિયા રિપોર્ટ પ્રમાણે હુમલાખોરને મારી નાંખવામાં આવ્યો છે. સીરિયામાં ચાલી રહેલા યુદ્ધમાં રશિયાના સીરિયાઇ રાષ્ટ્રપતિ બશર અલ અસદનું સમર્થ કરવા અંગેનો વિરોધમાં હાલમાં જ તુર્કીમાં પ્રદર્શન થયું હતું. તુર્કીના રાષ્ટ્રપતિ તૈયપ અર્દોગને કહ્યું છે કે આ હુમલો તૂર્કી અને રૂસમાં સંબંધોને ખરાબ કરવાના ઉદ્દેશ્યની કરવામાં આવ્યાં છે.

રાષ્ટ્રપતિ અર્દોગને રશિયાના રાષ્ટ્રપતિ બ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરીને આ હુમલા અંગે વાત કરી હતી. તેમણે કહ્યું કે જે લોકો રશિયા અને તૂર્કીના સંબંધને ખરાબ કરવા ઇચ્છે છે. તેમનો ઇરાદો ક્યારે પણ પૂરો નહીં થાય. આ સાથે જ રશિયાના રાષ્ટ્રપતિ બ્લાદિમીર પુતિને કહ્યું છે કે હુમલો તુર્કી અને રશિયા વચ્ચે સામાન્ય થઇ રહેલા દ્વીપક્ષીય સંબંધો અને સીરિયાની શાંતિ પ્રક્રિયામાં ખલેલ પાડવા માટે કરવામાં આવી રહ્યો છે.

આ હુમલામાં અનેક લોકો ઇજાગ્રસ્ત થાય છે. હુમલા બાદ સુરક્ષાદળે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. અમેરિકાએ તૂર્કીમાં રશિયાના રાજદૂત એડ્રો કાર્લોફની હત્યા અંગે ટિકા કરી છે. સાથે જ કહ્યું છે કે રાજનાયિક સમુદાયના એક સભ્ય પર કરવામાં આવેલ નૃશંસ હુમલો સ્વીકાર્ય નથી.

home

You might also like