ભારત સાથે હેલિકોપ્ટર બનાશે રશિયા, પુતિને આપી મંજૂરી

રશિયાઃ રશિયાના રાષ્ટ્રપતિ બ્લાગિમીર પુતિને ભારત માટે કામોલ હેલીકોપ્ટર બનાવવા માટે ભારત-રશિયા સંયુક્ત ઉપક્રમે બનાવવા માટે મંજૂરી આપી દીધી છે. એક અરબ ડોલરનો આ સોદો વર્ષ 2015માં થયો હતો.

ગત વર્ષે ઓક્ટોમ્બરમાં ભારત અને રશિયાએ હિંદુસ્તાન એયરોનોટિક્સ લિમિટેડ અને રક્ષા ઉપકરણ બનાવવા વાળી બે મોટી રશિયન કંપનીઓના સંયુક્ત ઉપક્રમે વિસ્તૃત સમજૂતીને અંતિમ ઓપ આપ્યો છે. રક્ષા વિભાગના સૂત્રોએ જણાવ્યું છે કે એચેએએલ, રશિયન હેલીકોપ્ટર્સ અને રોસોબોરોનેક્સપોર્ટ સંયુક્ત ઉપક્રમની સ્થાપના માટે ઔપચારિકતાઓને પૂરી કરવા માટે સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કર્યા છે.

60 કામોવ-226ટી હેલીકોપ્ટર ભારતને તૈયાર મળશે. જ્યારે 160 હેલીકોપ્ટરો ભારતમાં બનાવવામાં આવશે. આ યોજના સાથે જોડાયેલા અધિકારીએ જણાવ્યું છે કે એક વખત સંયુક્ત ઉપક્રમની સ્થાપના થયા બાદ ભારત સરકાર નવી સંસ્થાના બોર્ડ મેમ્બર સાથે વાતચીત શરૂ કરશે. તેમાં તકનીક, તકનીક અંગે હસ્તાંતરણ, ભારતમાં બનાવવામાં આવનારા મૂળ હેલીકોપ્ટરોની સંખ્યા અને અન્ય બાબતો શામેલ કરવામાં આવશે. આ સમજૂતી પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડિસેમ્બર 2015ની યાત્રા દરમ્યાન હસ્તાક્ષર કર્યા હતા.

http://sambhaavnews.com/

You might also like