આતંકવાદી સંગઠન આઈઅેસના ગઢ પર રશિયાનો કેમિકલ હુમલો

મોસ્કો: ખૂંખાર આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ પર અત્યાર સુધીનાે સૌથી મોટો હુમલો કરતા રશિયાઅે રાસાયણિક હથિયારોથી સિરિયામાં તેના ગઢ ગણાતા રકા પર ભયાનક હુમલો કર્યો છે. જોકે હુમલાને ગેરકાયદે ગણાવવામાં આવી રહ્યો છે. રશિયાઅે રકાના બે વિ‌સ્તારને ટાર્ગેટ બનાવી આકાશમાંથી સફેદ ફોસ્ફરસ રસાયણથી હુમલો કર્યો છે. અેવું જણાવવામાં આવી રહ્યું છે કે આ હુમલામાં બગદાદીના અનેક સૈનિકો સહિત આમ નાગરિકોનાં મોત થયાં છે.

રશિયાઅે આતંકવાદના નકશામાંથી બગદાદીનું નામોનિશાન મિટાવી દેવા કસમ ખાધી છે. અને તેથી જ રશિયા સતત બગદાદી પર હુમલા કરી રહ્યું છે. અેટલું જ નહિ રશિયા સમગ્ર વિશ્વને આઈઅેસ વિરુદ્ધ જોડવાની કોશિશમાં છે. તાજેતરમાં સરહદ વિવાદથી તુર્કીઅે રશિયાના વિમાનને તોડી પાડ્યું હતું.

ત્યારબાદ આ બંને દેશ વચ્ચે સતત વિવાદ ચાલે છે. રશિયાના આ હુમલામાં જે સફેદ ફોસફરસનો ઉપયોગ થયો છે તે ગેરકાયદે છે. કારણ કે તે હાડકાં અને ચામડીને બાળી નાખે છે. તેનાથી થતી ઈજા ઝડપથી રૂઝાતી નથી. ખતરનાક ગણાતા રાસાયણિક હથિયારના ઉપયોગને રશિયા પર જિનિવા કનર્વેશનનું ઉલ્લંધન કરવાનો આરોપ લગાવાઈ રહ્યો છે.

ફ્રાન્સ આતંકવાદને સમર્થન આપે છેઃ અસદ
સિરિયાના રાષ્ટ્રપતિ બશર અલ અસદે ફ્રાન્સ પર આતંકવાદને સમર્થન આપવાનો આરોપ કરતાં જણાવ્યું કે સિરિયામાં ચાર વર્ષથી ચાલતા ગૃહ યુદ્ધને ખતમ કરવાની શાંતિ સંધિ પર કરાર કરવા આયોજન સ્થળ તરીકે પ્રામને પસંદ કરી શકાય તેમ છે. ચેક ગણરાજ્યના રાષ્ટ્રપતિ મિલોસ જેમાને ગત સપ્ટેમ્બરમાં આ ભલામણ કરી હતી. અસદે જણાવ્યું કે સિરિયાઈ લોકોને પૂછવામાં આવે તો તેઓ શાંતિ સંમેલન ફ્રાન્સમાં ઈચ્છતા નથી.

રશિયા તુર્કી વચ્ચે તકરાર વધી
વિમાન તોડી પાડવાની ઘટના બાદ રશિયા અને તુર્કી વચ્ચે સતત વિવાદ વધી રહ્યાે છે. પેરિસમાં જલ વાયુ સંમેલન દરમિયાન રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તુર્કીના રાષ્ટ્રપતિ તૈયબ અેરદોગાનને મળવાની ઓફરને ઠુકરાવી દીધી હતી.

પુતિને તુર્કી પર આરોપ લગાવ્યો છે કે તેણે ઈસ્લામિક સ્ટેટ સંગઠન પાસેથી અંકારા માટે પૂરો પાડવામા આવતા તેલના પુરવઠા માટે રશિયાનાં વિમાનને તોડી પાડ્યું હતું. સંમેલનમાં આવેલા ૧૫૦ દેશમાંથી મોટા ભાગના દેશના નેેતાઅે તેને બિનજરૂરી પગલું ગણાવ્યું હતું. તુર્કીના રાષ્ટ્રપતિઅે પુતિનને પડકાર ફેંકતાં જણાવ્યું છે કે જો રશિયા તેમના પર લગાવેલા આરોપને સાબિત કરી દે તો તેઓ રાજીનામું આપી દેશે.

You might also like