તાત્યાના રશિયાની બીજી આ મહિલા અબજપતિ બની

(એજન્સી)મોસ્કો: ૪૩ વર્ષીય તાત્યાના બકલચુક રશિયાની બીજી મહિલા અબજપતિ બની ચૂકી છે. તે રશિયાની સૌથી મોટી ઓનલાઇન રિટેઇલ કંપની વાઇલ્ડ બેરીઝની ફાઉન્ડર અને સીઇઓ છે. ફોર્બ્સના જણાવ્યા મુજબ તેની કંપનીની વેલ્યુએશન એક અબજ ડોલર છે. રશિયાની પહેલી અબજપતિ મહિલા પપ વર્ષીય બાટુરીના છે. તેની નેટવર્થ ૧.ર અબજ ડોલર છે.

એલોના મોસ્કોના પૂર્વ ચેરમેનની પત્ની છે. તેનો ઇન્વેસ્ટમેન્ટ અને રિયલ એસ્ટેટનો બિઝનેસ છે. બકલચુકે ર૮ વર્ષની ઉંમરમાં ર૦૦૪માં પોતાના ફલેટથી વાઇલ્ડ બેરીઝની શરૂઆત કરી હતી ત્યારે તે મેટરનિટી લીવ પર હતી. તે સમયે તેને ખ્યાલ હતો કે મહિલાઓએ પોતાનાં નવજાત બાળકો માટે કપડાં ખરીદવાં કેટલાં મુશ્કેલ હોય છે. તે આ સમસ્યાને ખતમ કરવા ઇચ્છતી હતી. આ વિચારે તેને વાઈલ્ડ બેરીઝ શરૂ કરવાનો આઇડિયા આપ્યો.

બકલચુકના પતિ આઇટી ટેકનિશિયન હતા. તેઓ પણ નોકરી છોડીને પત્ની સાથે જોડાયા હતા. બંને પાસે ૭૦૦ ડોલરની રકમ હતી. શરૂઆતના દિવસોમાં ૭૦ ડોલર રોજેરોજ એડ્વર્ટાઇઝિંગ પર ખર્ચ કરવા પડતા હતા.

You might also like