સીરિયામાં આઇએસનાં નામે સંદેશ લકી ફેંકાઇ રહ્યા છે બોમ્બ

મોસ્કો : ઇજીપ્તમાં ગત્ત મહિને 224 યાત્રીઓવાળા પોતાનાં પ્લેનને તોડી પાડવામાં આવતા ગિન્નાયેલુ રશિયા હવે ISISનાં સુપડા સાફ કરવાનાં મુડમાં છે. રશિયા સીરિયા પર સત બોમ્બ વર્ષા કરી રહ્યું છે જેમાં તે સંદેશાઓ લખીને પોતાની ભડાસ કાઢી રહ્યું છે. સીરિયામાં રશિયન લડાકુ વિમાન જે બોમ્બ ફેંકે છે તેનાં પર અમારા લોકોનાં બલિદાન માટે અને પેરિસનાં બલિદાન માટે જેવા સંદેશાઓ લખ્યા હોય છે. રશિયન ટેલિવિઝન દ્વારા એક વીડિયો બહાર પાડવામાં આવ્યો છે. જેમાં સીરિયા ખાતેનાં રશિયન એરબેઝ પર એકવ્યક્તિ હૂમલા માટે તૈયાર લડાયક વિમાનો પર લાગેલા બોમ્બ પર કાળી પેનથી અમારા લોકો માટે અને પેરિસ એટેલ માટે જેવા સંદેશાઓ લખી રહ્યો છે.
રશિયાનાં સંરક્ષણ મંત્રાલયો પોતાનાં ઓફીશ્યિલ ટ્વિટર હેન્ડલ પર આઇએસ આતંકવાદીઓ પર સંદેશાઓ લખેલા બોમ્બમારો કર્યો હોવાની વાતની પૃષ્ટિ કરી છે. એક ટ્વિટમાં લખ્યું કે અમારા લોકોનાં માટે, પેરિસનાં માટે…. પાયલોટ્સ અને ટેક્નિશન્સે આતંકવાદીઓને એરમેલ દ્વારા આ સંદેશ મોકલ્યો છે.
રશિયાનાં સંરક્ષણ મંત્રાલયનાં અનુસાર સીરિયામાં આઇએસનાં ગુપ્ત સ્થાનો પર ફ્રાંસનાં સહયોગથી હવાઇ ઓપરેશન ચાલી રહ્યું છે. પેરિસમાં 130 લોકોનાં જીવ લેનારા આતંકવાદી હૂમલા બાદ પુતિન અને ફ્રાંસનાં રાષ્ટ્રપતિ ફ્રાન્સવા ઓલાંદે સીરિયામાં આઇએસ આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશનમાં એક બીજાનાં સહયોગ પર સંમતી વ્યક્ત કરી હતી.

You might also like