અમેરિકા-રશિયા વચ્ચે તંગદિલી: સીરિયામાં હવે અમેરિકાના વિમાનો TARGET

મોસ્કો : રશિયાએ કહ્યું છે કે હવે તેઓ સિરિયામાં અમેરિકાની ગઠબંધન સેનાના લડાકુ વિમાનનો લક્ષ્ય બનાવશે. ઉલ્લેખનીય છે કે રવિવારે અમેરિકાએ સિરાયમાં રાષ્ટ્રપતિ બશર અલ-અસદની સેનાના એક લડાખુ વિમાન પર હુમલો કરી દૂર્ઘટનાગ્રસ્ત કર્યું હતું. અમેરિકા જ્યાં SDF સાથે મળી સિરીયામાં આઇએસઆઇએસ વિરુધ્ધ લડી રહી છે ત્યાં રશિયા અહિ સિરિયામાં આંતરિક યુધ્ધમાં અસદ સરકારની સેનાને મદદ કરી રહી છે. આ પહેલેથી જ શક્યતા સેવાઇ રહી હતી કે આ ઘટનાક્રમ બાદ અમેરિકા અને રશિયા વચ્ચે તંગદિલીમાં વધારો થઇ શકે છે.

રશિયાના રક્ષા મંત્રીએ જણાવ્યું છે કે હવે અમારી મિસાઇલ અને એરક્રાફટની મદદથી અમેરિકી ગઠબંધન વિમાનો પર નજર રાખવામાં આવશે. જો કે હાલમાં રશિયા તરફથી એવું નિવેદન નથી આવ્યું કે તેઓ અમેરિકાના વિમાન પર હુમલો કરે પણ એવો સંકેત જરૂરથી આપવામાં આવ્યો છે. રશિયાએ અમેરિકા સાથે પોતાનો હોટલાઇન સંપર્ક પણ તોડી નાંખ્યો છે.
http://sambhaavnews.com/

You might also like