રશિયાની જિનકોન મિસાઇલે ઉડાવ્યો અમેરિકાનો હોશ

માસ્કો: રશિયાની એક નવી મિસાઇલે અમેરિકાના માથા પર પણ પરસેવો લાવી દીધો છે. રશિયાની આ નવી મિસાઇલને લઇને માત્ર અમેરિકા જ નહીં પરંતુ દુનિયાના ઘણા બધા દેશો હેરાન પરેશાન થઇ ગયા છે. જિરકોન નામની આ હાઇપરસોનિક એન્ટી શિપ મિસાઇલની ઝડપ લગભગ 7400 કિમી પ્રતિ કલાક છે. એની સૌથી મોટી ખાસિયત એને એક વાર લોન્ચ કરીને રોકી શકાય નહીં. જો એવુ કરવા પ્રયત્ન પણ કરવામાં આવ્યો તો આ એટલી જ તબાહી મચાવી શકે છે.

રશિયાના રક્ષામંત્રાલયે મંગળવારે આ મિસાઇલનો ફોટો રજૂ કર્યો છે. આ મિસાઇલની સૌથી મોટી તાકાત એની ઝડપ છે. આ જ કારણ છે કે અમેરિકા પણ આ મિસાઇલના સામે આવ્યા બાજ ટેન્શનમાં છે. આ મિસાઇલ બાબતે જાણકારી આપતાં કહેવામાં આવ્યું છે કે જો એક વખત લોન્ચ કર્યા બાદ મિસાઇલને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો તો એનો કાટમાળ પણ નિશાનાને ઘણી હદ સુધી નુકસાન પહોંચાડી દેશે. આ મિસાઇલની ક્ષમતા લગભગ 400 કિમી સુધી જાણવા મળી રહી છે. એને 2022 સુધી રશિયાની સૈનામાં સમાવેશ કરી દેવામાં આવશે.

આ મિસાઇલમાં સ્ક્રેમજેટ એન્જીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે હવાથી ઓક્સિજનનો પ્રયોગ કરે છે. જિરકોન સાથે લોન્ચ થનાર પહેલુ જહાજ કિરોવ વર્ગ પરમાણુ શક્તિ વાળા યુદ્ધ ક્રૂઝરોમાંથી એક હોવાની શક્યતા છે. એમાંથી બે હજુ પણ રશિયાની નૌસેનાની સાથે છે.

http://sambhaavnews.com/

You might also like