નોર્થ કોરિયાએ ફરી કર્યુ મિસાઇલનું પરીક્ષણ, અમેરિકા રશિયા વચ્ચે વધ્યો તણાવ

મોસ્કો: કોરિયાએ પ્રાયદ્વીપને લઇને અમેરિકા અને રશિયા વચ્ચે વધતા તણાવની વચ્ચે ઉત્તર કોરિયાએ સબમરીનથી લોન્ચ થનારા મિસાઇલનું શનિવારે પરીક્ષણ કર્યું. દક્ષિણ કોરિયાના રક્ષા મંત્રાલય તરફથી આપવામાં આવેલા નિવેદનમાં જાણકારી આપવામાં આવી હતી.

આ પહેલા, પૂર્વ એશિયામાં ઉત્તર કોરિયાને લઇને ફરીથી અમેરિકા અને રશિયા સામસામે આવી ગયા હતા. ઉત્તરકોરિયાએ તાનશાહી વલણને જોતા પોતાના સહયોગી દેશ દક્ષિણ કોરિયાની સુરક્ષા માટે અમેરિકાને મિસાઇલ સુરક્ષા પ્રણાલી લગાવવાનો નિર્ણ શું લીધો કે રશિયા સામે ઊભું થઇ ગયું.

રશિયા સંઘ પરિષદની આર્મ્સ કમિટીએ ચેતાવણી આપી છે કે જો અમેરિકા દક્ષિણ કોરિયામાં મિસાઇલ રક્ષા પ્રણાલી ‘THAAD’ની તૈનાતી કરે છે, તો રશિયા પૂર્વી ક્ષેત્રમાં મિસાઇલ તૈનાત કરી શકે છે.

કમિટીના ઉપધ્યક્ષ એવજેની સેરેબ્રિનિકોવના જણાવ્યા પ્રમાણે, કમિટી સૈન્ય યોજનાને લઇને રક્ષા મંત્રાલયની સાથે મળીને મિસાઇલ તૈનાત કરવા પર નિર્ણય લઇ શકે છે, કારણ કે દક્ષિણ કોરિયામાં મિસાઇલ રક્ષા પ્રણાલીની તૈનાતીના પ્રભાવને રોકી શકાય.

You might also like