રશિયા, ઈરાન અને તૂર્કી આવતી કાલે મોસ્કોમાં સીરિયા મૂદ્દે ભેગા મળશે

રશિયા, ઇરાન અને તૂર્કીના ફોરેન મિનિસ્ટર આવતી કાલે એટલે કે 20 ડિસેમ્બર 2016ના રોજ સીરિયાના ભવિષ્ય વિશે વિચારવા માટે ભેગા મળવાના છે. એ માટે ત્રણેય દેશના મંત્રીઓ મોસ્કોમાં ભેગા મળવાના છે.

મળતી માહિતી પ્રમાણે તૂર્કીના વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે ‘આ મિટિંગમાં ત્રણેય પક્ષો તરફથી વિચારો જાણવાનો પ્રયત્ન કરવામાં આવશે, જેનાથી ખબર પડશે કે અમે ક્યાં ઊભા છીએ અને એની ચર્ચા કરાશે કે અમે ક્યાં જઈ રહ્યા છીએ.’

તૂર્કીની પ્રાથમિકતા જોકે કર્દિશ ઉગ્રવાદીઓ સીરિયાના વિસ્તારોમાં જે તેની સરહદે આવેલા છે તેમાં વિજયી ન થાય એના માટે ખાતરી કરવાની રહેશે.
રશિયાના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે કેટલાક વર્ષોથી ચાલી રહેલો સીરિયાનો સંગ્રામ યુ.એન સિક્યોરિટી કાઉન્સના ઠારાવથી થાડે પાડી શકાયો હોત.

You might also like