રશિયાની ચૂંટણીમાં વ્હાદમીર પુતિનની ઐતિહાસિક જીત, ચોથીવાર સંભાળશે કમાન

રશિયામાં ચોથીવાર વ્હાદમીર પુતિન રાષ્ટ્રપતિ બનવા જઇ રહ્યાં છે. અત્યાર સુધીના પરિણામમાં પુતિનને 75 ટકા મત મળ્યાં છે. જો કે ચૂંટણી અગાઉથી જ પુતિનની જીત નિશ્ચિત માનવામાં આવતી હતી. ભારે મત સાથે જીત સુનિશ્ચિત થવાની સાથે જ પુતિને મોસ્કોમાં પોતાના સમર્થકોને સંબોધન કર્યું હતું.

સમર્થકોને સંબોધતા પુતિને મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો. પુતિને કહ્યું કે રશિયાના લોકોએ તેને મત આપી પોતાના પ્રતિ વિશ્વાસ અને આશા રાખી તે બદલ આભાર.

રશિયામાં રાષ્ટ્રપતિ કાર્યકાળ 6 વર્ષનો હોય છે. તેનો મતલબ પુતિન 2024 સુધી રશિયાના રાષ્ટ્રપતિ બન્યાં રહેશે. આ ચૂંટણીમાં મુખ્ય વિપક્ષી નેતા નવાલનીને પ્રતિબંધીત કરી દેવામાં આવ્યા હતા.

રશિયાના રાષ્ટ્રપતિ વ્હાદમીર પુતિને રવિવારે યોજાયેલ ચૂંટણીમાં એકવાર ફરી ઐતિહાસિક જીત મેળવી છે. પુતિનને 2012માં પણ સૌથી વધારે મત મળ્યા છે. પુતિનને એવા સમયે વધારે મત મળ્યાં છે જ્યારે રશિયા અને પશ્ચિમી દેશોના સંબંધ ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યાં છે. રશિયાની જનતાએ પુતિનને આગળના 6 વર્ષ સુધી રાષ્ટ્રપતિ તરીકે પસંદગી કરવામાં આવી છે.

You might also like